Delhi

સુપ્રીમ કોર્ટે જાહેર હિતની પીઆઇએલ ફગાવી, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે,‘બીબીસી પર કોઈ પ્રતિબંધ નહીં લાગે’

નવીદિલ્હી
ધ મોદી ક્વેશ્ચનને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. મોદી સરકારે તેના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી લોકોએ ભારતમાં બીબીસી પર પ્રતિબંધ મૂકવાની માંગ શરૂ કરી હતી. જેના માટે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જેને કોર્ટે ફગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે, બીબીસી પર કોઈ પ્રતિબંધ નહીં લાગે. આ અરજી હિન્દુ સેના દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમણે અરજીમાં ભારતમાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. મહિલાઓ કરતા પુરુષોએ ભાજપ પર વધુ ભરોસો કર્યો, સર્વેમાં ખુલાસો હિન્દુ સેનાએ આરોપ લગાવ્યો હતો કે, મ્મ્ઝ્ર એક વિદેશી કંપની છે, જે ભારતની એકતા અને અખંડિતતાને તોડવાનું ષડયંત્ર કરી રહી છે. આની તપાસ એનઆઇએ દ્વારા થવી જાેઈએ. હિન્દુ સેનાનો આરોપ છે કે,બીબીસી વડાપ્રધાન મોદીને બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ અરજી અંગે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો. આવા સમયે શુક્રવારની સુનાવણીમાં હાજર રહેલા અરજદારના વકીલ પિંકી આનંદે જણાવ્યું હતું કે, બીબીસી ઈન્ડિયા વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે. તેના પર પ્રતિબંધ મૂકવો જાેઈએ. જેના પર જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એમએમ સુંદરેશની બેચે જણાવ્યું હતું કે, આ કેસમાં કોઈ યોગ્યતા નથી. તેથી તે તેનો અસ્વીકાર કરે છે.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *