Delhi

સુપ્રીમ કોર્ટે SEBIને કહીં આ વાત, તપાસ આટલા સમયમાં કરવી પડશે પૂર્ણ

નવીદિલ્હી
અદાણી હિંડનબર્ગ કેસમાં લગાવવામાં આવેલા આરોપો પર સુપ્રીમ કોર્ટની સ્પેશિયલ બેંચમાં થયેલી સુનાવણીમાં કોર્ટે સેબીને ૩ મહિનામાં તપાસ પૂર્ણ કરવા કહ્યું છે. કોર્ટમાં સેબીએ તપાસ પૂર્ણ કરવા માટે ૬ મહિનાનો સમય માંગ્યો છે. આ કેસમાં પક્ષ રાખતા સોલિસિટર જનરલે કહ્યું છે કે સેબીએ તપાસ માટે વધુ સમય માંગ્યો છે. તેમજ ચાર્જીસની યાદી તૈયાર કરવામાં આવી છે અને આ અંગે વધુ કામગીરી કરવાની છે. તેમણે કહ્યું કે જ્યાં સેબીએ શંકાસ્પદ વ્યવહારો વિશે વાત કરી છે, તેનો અર્થ હિંડનબર્ગ રિપોર્ટમાં કરવામાં આવેલા આરોપો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું સેબી આટલા સમય ગાળામાં તપાસ પૂરી કરે… આ મામલે સોમવારે ફરી સુનાવણી થશે. મુદત વધારવા અંગેનો ર્નિણય સોમવારે લેવામાં આવશે. જીઝ્ર બેન્ચ એક્સટેન્શન પર પોતાનો ચુકાદો આપશે. તેમજ વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી તપાસની માહિતી આગળ મૂકવાની માંગ પર, કોર્ટે કહ્યું કે આ સમયે તપાસની માહિતી માંગવી યોગ્ય નથી. તેમજ કોર્ટે કહ્યું છે કે તેને સમિતિનો રિપોર્ટ મળ્યો છે, પરંતુ તે તેને જાેઈ શકી નથી. આ મામલે આગામી સુનાવણી સોમવારે થશે. શું છે આખો મામલો?.. તે જાણો.. જાન્યુઆરીના અંતમાં અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગે પોતાના રિસર્ચ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર અનેક આરોપો લગાવ્યા હતા, જેના કારણે સ્ટોકમાં તીવ્ર ઘટાડો થયો હતો અને રોકાણકારોને ભારે નુકસાન થયું હતું. જે બાદ સુપ્રીમ કોર્ટે સેબીને આ મામલે નિયમોમાં સંભવિત ઉલ્લંઘનની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે કોર્ટે ૬ સભ્યોની કમિટીની રચના કરી હતી. જેમાં સમગ્ર ફ્રેમવર્કની સમીક્ષા કરીને આવા સૂચનો આપવાના હોય છે જેથી શેરમાં આવી તીવ્ર વધઘટ અટકાવી શકાય અને સામાન્ય રોકાણકારોનું હિત બચાવી શકાય. સેબી અને પેનલ બંનેએ તેમના સીલબંધ અહેવાલો કોર્ટમાં રજૂ કર્યા છે. હવે આ મામલે આજે વધુ સુનાવણી હાથ ધરાશે. જીઈમ્ૈંએ સમય આટલો માંગ્યો…. અગાઉ સેબીએ ૧૨ શંકાસ્પદ વ્યવહારો અંગે તેનો રિપોર્ટ સબમિટ કર્યો છે. જાે કે, સેબીએ તપાસના સાચા પરિણામ મેળવવા માટે સમયમર્યાદા વધારવાની માંગ કરી છે, જે ૨ મેના રોજ સમાપ્ત થઈ છે. સેબી આ મામલે નિયમોનો ભંગ થયો છે કે કેમ તેની તપાસ કરી રહી છે.

File-01-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *