Delhi

સૈફ અલી ખાન ઓટીટી પ્લેટફોર્મ માટે એક્શન ફિલ્મ કરશે

નવીદિલ્હી
શાહરુખ ખાનની ફિલ્મ પઠાણની સફળતાએ સિદ્ધાર્થ આનંદને પણ સ્ટાર ડાયરેક્ટર બનાવી દીધા છે. સિદ્ધાર્થ આનંદે ફિલ્મી સફરની શરૂઆત સલામ નમસ્તે અને તારા રમ પમ જેવી હળવી ફિલ્મોથી કરી હતી. આ બંને ફિલ્મમાં સૈફ અલી ખાનનો લીડ રોલ હતો. ૧૬ વર્ષ બાદ સૈફ અને સિદ્ધાર્થ એક્શન ફિલ્મ માટે સાથે કામ કરવાના છે. ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ માટે તેઓ આ ફિલ્મ બનાવવાના છે. રિપોર્ટ્‌સ મુજબ, સિદ્ધાર્થ આનંદ આ ફિલ્મને પોતાના બેનર મારફ્લિક્સ પ્રોડક્શન્સના નેજા હેઠળ તૈયાર કરશે. તેમણે ડાયરેક્શનની જવાબદારી પોતાના આસિસ્ટન્ટ ડાયરેક્ટરને સોંપી છે. રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સ અને યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની જેમ આ ફિલ્મને પણ ફ્રેન્ચાઈઝી તરીકે ડેવલપ કરવાનો વિચાર છે. ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી અને સ્ટોરી પણ જાહેર થઈ નથી. જાે કે સોર્સીસના જણાવ્યા મુજબ, આ ફિલ્મ એક રેસ્ક્યુ ઓપરેશન પર બન રહી છે અને સૈફનો તેમાં લીડ રોલ છે. સૈફ અલી ખાને અગાઉ નેટફ્લિક્સના વેબ શો સેક્રેડ ગેમ્સમાં કામ કર્યું હતું. આ શોને ફેન્ટમ ફિલ્મ્સ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરાયો હતો અને તેની બે સિઝન સ્ટ્રીમ થઈ હતી. સૈફ અલી ખાન સાથે એક્શન ફિલ્મ ઉપરંત સિદ્ધાર્થ આનંદ રિતિક રોશન – દીપિકા પાદુકોણ સાથે ફાઈટર કરી રહ્યા છે. સલમાન અને શાહરૂખની બિગ બજેટ ફિલ્મ ટાઈગર વર્સીસ પઠાણ પણ પાઈપલાઈનમાં છે.

Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *