Delhi

સોશિયલ મીડિયા પર આ વાઈરલ વિડીયોમાં એક શખ્સ અચાનક હાર્ટ અટેક આવતા મોતને ભેટ્યો

નવીદિલ્હી
સોશિયલ મીડિયા પર એક હચમચાવી નાખતો વીડિયો હાલમાં સામે આવ્યો છે. જેમાં આપ લાઈવ જાેઈ શકશો કે, એક શખ્સ અચાનક હાર્ટ અટેક આવતા મોતને ભેટ્યો હતો. દિલ્હી-એનસીઆરના ફરીદાબાદની આ ઘટના છે, જ્યાં મેડિકલની દુકાન પર લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી, જેને જાેઈને લોકો ચોંકી ગયા હતા. વાયરલ થઈ રહેલા સીસીટીવી ફુટેજ ફરીદાબાદના ૩૩ ફુટ રોડનો છે. અહીં આવેલી એક મેડિકલ શોપ પર એક ૨૩ વર્ષિય યુવક ઓઆરએસ લેવા ગયો હતો. જ્યાં થોડી વારમાં તેને હાર્ટ અટેક આવ્યો અને ફક્ત ૨-૩ મીનિટમાં જ તેનું મોત થઈ જાય છે. હાર્ટ અટેક આવતા પહેલા યુવકને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. જ્યારે અટેક પડ્યા પહેલા તે એકદમ ઠીક હતો. મોતનો આ લાઈવ વીડિયો જાેઈને ભલ ભલાને પરસેવો છુટી ગયો હતો. જાણકારી અનુસાર, ૨૩ વર્ષિય આ યુવકનું નામ સંજય હતું. જે મૂળતો યૂપીના એટા જિલ્લાનો રહેવાસી હતો. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જાેઈ શકાય છે કે, મેડિકલ સ્ટોર પર જ્યારે તે દવા લઈ રહ્યો હતો, અચાનક થોડી વારમાં તે નીચે પડી ગયો અને નીચે પડતા જ સ્ટોર પર હાજર દુકાનદાર ગભરાઈ જાય છે અને તેની પાસે જાય છે. આ સમગ્ર ઘટના મેડિકલ સ્ટોર પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જાય છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

File-01-Page-08-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *