Delhi

સ્કૂલ બસ ચલાવતા ડ્રાઈવરને અચાનક આવ્યો હાર્ટ એટેક, બે બાળકોએ સ્ટિયરિંગ સંભાળ્યું અને પછી…

નવીદિલ્હી
માર્ગ અકસ્માત ગમે ત્યાં અને ગમે ત્યારે થઈ શકે છે. ઘણીવાર લોકો કહે છે કે, સામેની વ્યક્તિની ભૂલને કારણે અકસ્માતો થાય છે, આ પણ સંપૂર્ણ રીતે સાચું નથી. ક્યારેક એમાં પોતાની ભૂલ પણ હોય છે અને ક્યારેક કોઈની પણ ભૂલ હોતી નથી, છતાં અકસ્માતો થાય છે. તાજેતરમાં, જાે એક નાનું બાળક મદદ માટે આગળ ન આવ્યું હોત તો, આ બસ પણ અકસ્માતનો ભોગ બની હોત! જ્યારે તમે આ ઘટનાનો વિડિયો જાેશો , તો તમે સમજી શકશો કે, આમાં બસ ડ્રાઈવરની જરા પણ ભૂલ નહોતી. ટિ્‌વટર એકાઉન્ટ જ્રઈહીડટ્ર્ઠંિ પર ઘણી વાર અજીબોગરીબ વીડિયો (ુીૈઙ્ઘિ દૃૈઙ્ર્ઘીજ) પોસ્ટ કરવામાં આવે છે. હાલમાં જ એક એવો વીડિયો શેર કરવામાં આવ્યો છે જે લોકોને ચોંકાવી રહ્યો છે. આ વીડિયોમાં એક સ્કૂલ બસની અંદરનો સીન (જીષ્ઠર્રર્ઙ્મ હ્વેજ ઙ્ઘિૈદૃીિ રીટ્ઠિં ટ્ઠંંટ્ઠષ્ઠા ૈહ હ્વેજ દૃૈઙ્ર્ઘી) જાેવા મળી રહ્યો છે. કોઈપણ જાહેર પરિવહન સંબંધિત માધ્યમોના ડ્રાઈવરોનું કામ ખૂબ જ પડકારજનક છે કારણ કે, તેમની પાસે મુસાફરોની જવાબદારી છે, પણ અચાનક ડ્રાઇવરને કંઇક થઇ જાય તો શું થાય! આ વીડિયોમાં પણ એવું જ થયું છે. બસની અંદર લાગેલા કેમેરાથી જાેઈ શકાય છે કે, બસમાં ઘણા નાના બાળકો બેઠા છે અને ડ્રાઈવર બસ ચલાવી રહ્યો છે. અચાનક ડ્રાઈવરને હાર્ટ એટેક આવે છે. હવે એવી સ્થિતિ છે કે, આમાં ડ્રાઇવરની ભૂલ છે તે કહી શકાય નહીં. તે બેભાન થતાંની સાથે જ નજીકમાં બેઠેલો ૧૩ વર્ષનો બાળક સ્ટીયરીંગ વ્હીલ તરફ દોડે છે અને બસ જાતે ચલાવવાનું શરૂ કરે છે. બધા બાળકો ગભરાટની સ્થિતિમાં આવી જાય છે, પરંતુ સ્ટિયરિંગ ચલાવતું બાળક શાંત રહે છે અને બસને સાચી દિશા બતાવે છે. પછી તે સ્ટીયરીંગ વ્હીલ પરથી પોતાનો હાથ હટાવીને ડ્રાઈવરની છાતી દબાવવા લાગે છે. બસ ચાલતી જાેવા મળે છે. પછી બીજું બાળક આવે છે અને કોઈક રીતે બસ રોકે છે. આ રીતે બાળકોનો જીવ બચી જાય છે. આ વીડિયોને ૯૫ લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે અને ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એકે કહ્યું કે, અચાનક હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે, બાળકે મદદ કરી તે સારું છે. બીજાએ કહ્યું કે, બાળક હીરો છે, તેના કારણે લોકો બચી ગયા છે.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *