નવીદિલ્હી
સીબીઆઈએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અંડર સેક્રેટરીની એક મેડિકલ પ્રોફેશનલને સ્ટેટમેન્ટ ઓફ નીડ જારી કરવા માટે કથિતરૂપે દોઢ લાખ રૂપિયાની લાંચ માગતા ધરપકડ કરી હતી. અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અમેરિકામાં હાયર મેડિકલ એજ્યુકેશન માટે એડમિશન લેવાના ઈચ્છુક ભારતીય ડૉક્ટરને સ્ટેટમેન્ટ ઓફ નીડ જારી કરે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તપાસ એજન્સીએ અમેરિકામાં રહેતા એક ભારતીય ડોક્ટરની ફરિયાદ પર આરોપી અંડર સેક્રેટરી સોનુ કુમારની ધરપકડ કરી છે. તેમણે જણાવ્યું કે આ ડૉક્ટરે ‘સ્ટેટમેન્ટ ઑફ નીડ’ માટે સ્વાસ્થ્ય મંત્રાલયને અરજી કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ‘સ્ટેટમેન્ટ ઑફ નીડ’ની અસલ નકલ આપવા માટે સોનુ કુમારે કથિત રીતે ૧.૫ લાખ રૂપિયાની માગણી કરી હતી. સીબીઆઈના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ફરિયાદીએ ઉપરોક્ત પ્રમાણપત્રની નકલ સાથે જાેડી છે, જે આરોપી અંડર સેક્રેટરી દ્વારા તેના મિત્રને ઈમેલ દ્વારા મોકલવામાં આવી હતી.
