Delhi

હત્યા પહેલાનો નિક્કી યાદવનો ફ્લેટની સીડીમાં ચડતાનો છેલ્લો વિડીયો છે વાયુવેગે વાઈરલ

નવીદિલ્હી
હરિયાણાના ઝજ્જરની રહેવાસી ૨૨ વર્ષીય નિક્કી યાદવ મર્ડર કેસમાં તેના પ્રેમી સાહિલ ગેહલોત દ્વારા ર્નિદયતાથી ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ બાદ, તેની લાશને એક ઢાબાના ફ્રીજમાં છુપાવી દીધી હતી. જણાવી દઈએ કે, મૃત્યુ પહેલાનો નિક્કી યાદવનો છેલ્લો વીડિયો સામે આવ્યો છે. ઝ્રઝ્ર્‌ફ ફૂટેજમાં નિક્કી તેના ફ્લેટની સીડીઓમાં જાેવા મળી રહી છે. આ ક્લિપ જાેઈને અંદાજાે નથી લાગી રહ્યો કે, નિક્કીની થોડીવાર બાદ હત્યા કરવામાં આવશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ક્લિપ નિક્કી યાદવની હત્યાના થોડા કલાકો પહેલાની છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો દક્ષિણ દિલ્હીની તે બિલ્ડિંગનો છે, જ્યાં નિક્કી રહેતી હતી. આ સાથે, ફૂટેજ ૯ ફેબ્રુઆરીના જણાવવામાં આવી રહ્યા છે. વીડિયોમાં નિક્કી સીડીઓ ચઢીને તેના એપાર્ટમેન્ટમાં જતી જાેવા મળે છે. પોલીસે નિક્કી યાદવની હત્યાના આરોપમાં તેના ૨૪ વર્ષીય પ્રેમી સાહિલ ગેહલોતની ધરપકડ કરી છે. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે, ૯ અને ૧૦ ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ તેણે જ આ તેની પ્રેમીકાની હત્યા કરી હતી. ખુલાસામાં બહાર આવ્યું કે, નિક્કીને ખબર પડી ગઈ હતી કે, સાહિલ બીજી છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આરોપીએ નિક્કીને તેની સગાઈ અને લગ્નની વાત જણાવી ન હતી. આ બાબતે બંને વચ્ચે જાેરદાર ઝઘડાઓ થયા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, જ્યારે નિક્કીને સાહિલના લગ્નની ખબર પડી, ત્યારે તે ગુસ્સે થઈ ગઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે ખૂબ જ બોલાચાલી શરૂ થઈ હતી. બંને ૯ ફેબ્રુઆરીએ દિલ્હીમાં ફરતા ગયા હતા ત્યારે, બંને વચ્ચે લગ્નને લઈને મોટો ઝઘડો થયો હતો. આ દરમિયાન, આરોપીએ તેના મોબાઈલ ફોનના ડેટા કેબલ વડે નિક્કીને ગળું દબાવી દીધું હતું. દિલ્હી પોલીસના સૂત્રોનું કહેવું છે કે, આરોપી સાહિલે કાશ્મીરી ગેટ પાસે પોતાની કારમાં નિક્કીની હત્યા કરી હતી. આ પછી લગભગ ૪૦ કિલોમીટર સુધી ડ્રાઇવિંગ કર્યું હતું. તે પાસે આવેલા ગામના ઢાબા પર પહોંચ્યો અને મૃતદેહને ડીપ ફ્રીઝરમાં રાખ્યો હતો. આ મામલે પોલીસનું કહેવું છે કે, હત્યા કર્યા બાદ સાહિલ લગ્ન પહેલાની ઉજવણીમાં ભાગ લેવા માટે ઘરે ચાલ્યો ગયો હતો.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *