Delhi

હવે અફઘાનિસ્તાન-તાઝિકિસ્તાનમાં પણ ભૂકંપ, ચીનમાં પણ જાેવા મળી આ ભૂકંપની અસર

નવીદિલ્હી
તાઝિકિસ્તાનમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તિવ્રતા ૬.૮ ની આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર તાઝિકિસ્તાનના મુર્ઘોબના ૬૭ કિલોમીટર પશ્ચિમમાં હતું. યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ આ ભૂકંપ ખુબ શક્તિશાળી હતો. તાઝિકિસ્તાન અને ચીનના આંતરિયાળ પશ્ચિમ સરહદ પર શિનજિયાંગ પ્રાંતમાં ગુરુવારે સવારે જમીન ધ્રુજી ઉઠી. આ ભૂકંપનું કેન્દ્ર ૨૦ કિલોમીટર ઊંડે હતું. મળતી માહિતી મુજબ આ વિસ્તાર બહુ વસ્તીવાળો નથી. અફઘાનિસ્તાનમાં ભૂકંપ સવારે ૬.૦૭ મિનિટ પર અનુભવાયો. ભૂકંપનું કેન્દ્ર ફેઝાબાદથી ૨૬૫ કિલોમીટર દૂર છે. ેંજીય્જી ના જણાવ્યાં મુજબ તાઝિકિસ્તાનમાં સવારે ૬.૦૭ વાગે ૬.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ચીન સાથે જાેડાયેલા સરહદ પાસે ભૂકંપની અસર જાેવા મળી. બીજી બાજુ ચીન ભૂકંપ નેટવર્ક સેન્ટરે કહ્યું કે ભૂકંપની તીવ્રતા ૭.૨ની હતી અને તેની ઊંડાઈ જમીનથી ૧૦ કિલોમીટર નીચે હતી. જાે કે વિવિધ ભૂકંપ એજન્સીઓ દ્વારા શરૂઆતના ભૂકંપના માપ અલગ અલગ હોઈ શકે છે. ભૂકંપ અંગે હજુ વધુ જાણકારી મળી શકી નથી. જાે કે ભૂકંપ ખુબ શક્તિશાળી છે. એવી આશંકા છે કે તેનાથી મોટા પાયે જાનમાલનું નુકસાન થઈ શકે છે. તુર્કીના એન્ટીઓકમાં ગુરુવારે સ્થાનિક સમય મુજબ સવારે ૪.૪૨ વાગે ભૂકંપના ઝટકા મહેસૂસ થયા. ભૂકંપની તીવ્રતા ૪.૨ની જાેવા મળી. આ અગાઉ આ જ મહિને તુર્કી અને સીરિયામાં ભૂકંપે ખુબ તબાહી મચાવી છે. તુર્કી અને સીરિયામાં ૬ ફેબ્રુઆરીના રોજ ૭.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બંને દેશમાં અત્યાર સુધીમાં ૪૬ હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. એકલા તુર્કીમાં ભૂકંપથી ૨ લાખથી વધુ એપાર્ટમેન્ટ તબાહ થયા. ભૂકંપમાં ભારત તરફથી તુર્કીમાં મદદ માટે એનડીઆરએફ, ડોક્ટરોની ટુકડી, દવાઓ, રાહત સામગ્રી મોકલવામાં આવી હતી. જેને ત્યાં મન દઈને કામ કર્યું અને સમગ્ર દુનિયામાં પોતાના કામ થકી પ્રશંસા મેળવી.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *