Delhi

હવે દિલ્હીમાં નહીં મળે બાઇક ટેક્સી, સરકારે Ola, Uber અને ઇટ્ઠॅૈર્ઙ્ઘ પર લગાવ્યો પ્રતિબંધ

નવીદિલ્હી
હવે તમે દિલ્હીમાં બાઇક ટેક્સી નહીં મેળવી શકો. દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે નિયમોના ઉલ્લંઘનના આરોપમાં ઓલા, ઉબેર અને રેપિડોની બાઇક સેવા બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. દિલ્હી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલા એક પરિપત્રમાં બાઇક પર મુસાફરોને લઈ જતા લોકો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આવું ન કરવા પર આરોપી પર ભારે દંડ ફટકારવામાં આવશે, સાથે જ તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવશે. દિલ્હી સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ મુજબ, મોટર વ્હીકલ એક્ટ ૧૯૮૮ હેઠળ, કોઈપણ પ્રકારના ટુ વ્હીલર પર મુસાફરોને લઈ જવું એ સજાપાત્ર ગુનો છે. જાે આમ કરતા જાેવા મળે છે, તો તેણે પ્રથમ કિસ્સામાં ૫,૦૦૦ રૂપિયા અને બીજી ઘટનામાં ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે. જાે દંડ ન ભરે તો એક વર્ષ સુધીની જેલની સજા થશે અને બાઇક પણ જપ્ત કરવામાં આવશે. આ નોટિસ બહાર પાડતા પહેલા કેજરીવાલ સરકારે પરવાનગી વિના બાઇક ટેક્સી ચલાવતા ઓલા, ઉબેર અને રેપિડોને ચેતવણી આપી હતી. સરકારે કહ્યું હતું કે બાઇક-સ્કૂટર પર મુસાફરોને લઇ જવું એ મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન છે, જેના માટે એગ્રીગેટર એટલે કે તેને ચલાવતી કંપનીઓ પર ૧ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ સાથે બાઇક-સ્કૂટર ચલાવનાર ડ્રાઇવરનું લાયસન્સ પણ ૩ મહિના માટે સમાપ્ત થઈ શકે છે. પરવાનગી વિના બાઇક ટેક્સી ચલાવવાના મુદ્દે વિવિધ રાજ્ય સરકારો અને તેને ચલાવતી કંપનીઓ વચ્ચે ટક્કર ચાલી રહી છે. મહારાષ્ટ્ર સરકારે પરવાનગી વિના બાઇક સેવા શરૂ કરવા બદલ રેપિડો કંપની પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ કંપનીએ સરકાર પાસે લાયસન્સ માંગ્યું હતું, પરંતુ રાજ્ય સરકારે તેને નિયમોનું ઉલ્લંઘન ગણાવીને ના પાડી દીધી હતી. જે બાદ કંપનીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે કંપનીને કોઈ રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. હવે, દિલ્હી સરકાર દ્વારા ત્રણેય મોટી બાઇક ટેક્સી કંપનીઓ પર પ્રતિબંધને કારણે, એવું માનવામાં આવે છે કે અન્ય રાજ્યોમાં પણ આવા કડક ર્નિણયો આવી શકે છે. આ સાથે, આ બાઇક ટેક્સીને લગતા પ્રશ્નો વધુ અવાજ ઉઠાવી શકે છે. જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૯માં મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરવામાં આવ્યા હતા, જેમાં એવી જાેગવાઈ પણ કરવામાં આવી હતી કે કોઈ પણ એગ્રીગેટર માન્ય લાઇસન્સ વિના કામ કરી શકે નહીં.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *