Delhi

હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી હેઠળ ગુજરાત ટાઇટન્સે પ્રથમ ૨ મેચમાં ચેમ્પિયન જેવું જ પ્રદર્શન કર્યું

નવીદિલ્હી
ૈંઁન્ ૨૦૨૩માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સની જીતનો સિલસિલો ચાલુ છે. હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી હેઠળની ટીમ ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધીની પ્રથમ ૨ મેચમાં ચેમ્પિયન જેવું જ પ્રદર્શન કર્યું છે. ગુજરાતે ૈંઁન્ની ૭મી મેચમાં દિલ્હી કેપિટલ્સને ૬ વિકેટે હરાવીને સતત બીજી જીત નોંધાવી હતી. જાે કે આ જીતમાં ગુજરાતના ઘણા ખેલાડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. રોમાંચક મેચમાં દિલ્હીની ટીમ ઘરઆંગણે પણ જીતી શકી નહોતી. ડેવિડ વોર્નરની કપ્તાનીવાળી ટીમ સતત બીજી મેચ હારી ગઈ છે. દિલ્હીનો પૂર્વ કેપ્ટન ઋષભ પંત પણ પોતાના સાથી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા સ્ટેડિયમ પહોંચ્યો હતો, જે હાલમાં ઈજામાંથી સાજાે થઈ રહ્યો છે. પંત ગયા વર્ષે માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઓલરાઉન્ડર અક્ષર પટેલના ૨૨ બોલમાં ૩૬ રનની ઈનિંગના આધારે દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા ૮ વિકેટે ૧૬૨ રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી કેપ્ટન ડેવિડ વોર્નરે ૩૨ બોલમાં ૩૭ રન અને સરફરાઝ ખાને ૩૪ બોલમાં ૩૦ રન બનાવ્યા હતા પરંતુ બંને બેટ્‌સમેન સંઘર્ષ કરતા જાેવા મળ્યા હતા હતા અને રન રેટ વધારવામાં નિષ્ફળ રહ્યા હતા. અક્ષરે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તેને અભિષેક પોરેલનો સારો સાથ મળ્યો, ૨૦ વર્ષીય પોરેલે બે છગ્ગાની મદદથી ૧૧ બોલમાં ૨૦ રન બનાવીને ચાહકો અને વિવેચકોને પ્રભાવિત કર્યા. દિલ્હી કેપિટલ્સે બેટિંગ સરેરાશ કરી હતી. ૧૬૩ રનના લક્ષ્યાંકનો પીછો કરવ ઉતરેલી ગુજરાતની ટીમે ૧૮.૧ ઓવરમાં ૪ વિકેટે જીત મેળવી લીધી હતી. ગુજરાત તરફથી સાઈ સુદર્શનએ સૌથી વધુ અણનમ ૬૨ રન બનાવ્યા. ડેવિડ મિલર ૩૧ રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. ગુજરાતની બેટિંગમાં પણ ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો. ગુજરાતના ઓપનર રિદ્ધિમાન સાહા અને શુભમન ગીલે ૧૪-૧૪ રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યા ૫ રન બનાવીને આઉટ થયો હતો. ઓલ રાઉન્ડર વિજય શંકર ૨૯ રનના અંગત સ્કોર પર મિશેલ માર્શના બોલ પર ન્મ્ઉ આઉટ થયો હતો. દિલ્હી તરફથી એનરિક નોર્કિયાએ ૨ વિકેટ લીધી હતી. આ સિવાય બોલર પણ નિષ્ફળ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *