Delhi

‘હું હંમેશા ભાજપ સાથે હતો’ ઃ TMC ધારાસભ્ય મુકુલ રોયે કર્યા ખુલાસા

નવીદિલ્હી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (્‌સ્ઝ્ર)ના ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ રોયે કહ્યું છે કે હું હંમેશા ભાજપની સાથે હતો, મેં કોઈ છેતરપિંડી કરી નથી. રોયે વધુમાં કહ્યું કે તેઓ ભાજપમાં રહ્યા છે અને હમણાં જ ફરી પાછા આવ્યા છે. આવી સ્થિતિમાં પાર્ટી દ્વારા જે પણ કામ આપવામાં આવશે તેઓ તે કરશે. ટીએમસીમાંથી રાજીનામું આપવાના સવાલ પર મુકલ રોયે કહ્યું કે હવે હું ટીએમસીનો ભાગ નથી. મેં ટીએમસીમાંથી રાજીનામું આપી દીધું છે. સોમવારે રાત્રે (૧૮ એપ્રિલ) કોઈ અંગત કામ માટે દિલ્હી ગયો હતો, જાેકે તેમના પરિવારજનોએ દાવો કર્યો હતો કે તેઓ ‘ગુમ’ થઈ ગયા હતા. પરિવારે દાવો કર્યો હતો કે તેમની ‘માનસિક સ્થિતિ’ સારી નથી અને ભાજપે ટીએમસી નેતાનો ઉપયોગ કરીને ગંદી રાજનીતિ ન રમવી જાેઈએ, જે બીમાર છે. ટીએમસી ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ સમગ્ર મામલે કહ્યું કે અમે કેવી રીતે કહી શકીએ કે કોને બોલાવવામાં આવશે? કોઈ દિલ્હી કે પંજાબ જશે કે નહીં તે આપણે કેવી રીતે નિયંત્રિત કરી શકીએ? પુત્ર સુભ્રાંગશુએ શું જવાબ આપ્યો?..તે જાણો.. પૂર્વ ધારાસભ્ય અને રોયના પુત્ર સુભ્રાંગશુએ કહ્યું કે મારા પિતાએ જે કહ્યું તે મેં સાંભળ્યું છે. તેમને સારવારની જરૂર છે. તેમને શારીરિક સમસ્યાઓ છે. જે લોકો મારા પિતાનો પોતાના રાજકીય હિત માટે ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને શરમ આવવી જાેઈએ. આના પર રોયે કહ્યું હતું કે શુભાંશુએ પણ ભાજપમાં જાેડાવું જાેઈએ કારણ કે તે તેના માટે શ્રેષ્ઠ રહેશે.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *