Delhi

૧૦ ફેબ્રુઆરીથી શરૂ થનારી ૈંઝ્રઝ્ર ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાનની ટીમ એક જ ગ્રુપમાં, તેના વચ્ચે પહેલી ટક્કર રોમાંચક થવાની છે શક્યતા

નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે મેદાન પર કોઈ આઈસીસી ટૂર્નામેન્ટ રમવા ઉતરે છે તો સૌથી પહેલાં ચાહકોની નજર પાકિસ્તાન વિરુદ્ધ રમાનારા મુકાબલા પર જાય છે. આ મહિનાથી આફ્રિકામાં મહિલા ટી-૨૦ વર્લ્ડકપની શરૂઆત થઈ રહી છે. ૧૦ ફેબ્રુઆરીથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાનની ટીમ એક જ ગ્રુપમાં છે અને તેના વચ્ચે પહેલી ટક્કર રોમાંચક થવાની શક્યતા છે. આઈસીસીની વધુ એક મોટી ટૂર્નામેન્ટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તાજેતરમાં જ ભારતીય અન્ડર-૧૯ ટી-૨૦ વિશ્વકપની ટ્રોફી પોતાના નામે કરી છે. હવે ભારત સળંગ બીજા વર્લ્ડકપ ખીતાબને હાંસલ કરવા એડીચોટીનું જાેર લગાવી દેશે. સાઉથ આફ્રિકામાં ૧૦થી ૨૬ ફેબ્રુઆરી વચ્ચે મહિલા ટી-૨૦ વિશ્વકપની આઠમી એડિશનનું આયોજન થવાનું છે. ૧૦ ટીમો તેમાં ભાગ લેશે અને ૧૭ દિવસમાં કુલ ૨૩ મુકાબલા રમાશે. આ તમામ મુકાબલાઓ વચ્ચે સૌની નજર ભારત-પાકિસ્તાન મેચ પર રહેશે. મહિલા ટી-૨૦ વર્લ્ડકપમાં ઉતરી રહેલી તમામ ૧૦ ટીમોને પાંચ-પાંચના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. મેજબાન સાઉથ આફ્રિકાને ઑસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા સાથે રાખવામાં આવી છે. જ્યારે ગ્રુપ-બીમાં ભારતની ટીમને પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને વિન્ડિઝ સાથે જગ્યા આપવામાં આવી છે. ભારતીય ટીમ પોતાના ટી-૨૦ વિમેન્સ વિશ્વકપ અભિયાનની શરૂઆત પાકિસ્તાન વિરુદ્ધ મુકાબલાથી કરવાની છે. ભારત-પાકિસ્તાન વચ્ચે આ મેચ ૧૨ ફેબ્રુઆરીએ રમાશે. જાે બન્ને ટીમો આ ગ્રુપમાંથી નોકઆઉટમાં પહોંચે છે તો પછી ફાઈનલમાં તેમના વચ્ચે મુકાબલો થઈ શકે છે. વિશ્વકપનો ફાઈનલ ૨૬ ફેબ્રુઆરીએ રમાશે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *