નવીદિલ્હી
વાસ્તવિક નિયંત્રણ રેખા (ન્છઝ્ર) પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, લશ્કરી ગુપ્તચર એજન્સીઓએ ભારતીય સૈનિકો દ્વારા વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ ચાઈનીઝ મોબાઈલ ફોનના ઉપયોગ સામે એડવાઈઝરી જાહેર કરી છે. વિકાસ સાથે સંકળાયેલા સૂત્રોએ સમાચાર એજન્સી સી.એન.એન ન્યુઝ ૧૮ ને જણાવ્યું કે, આ વિસ્તારમાં તૈનાત સૈનિકોને સાવચેતી રાખવા અને તેમના ફોનને અન્ય કોઈ કંપનીમાં બદલવા માટે વિનંતી કરવામાં આવી છે. સમાચાર એજન્સી સી.એન.એન ન્યુઝ ૧૮ દ્વારા એક્સેસ કરાયેલા દસ્તાવેજ અનુસાર, યાદીમાં ભારતીય બજારમાં હાજર ૧૧ અન્ય જાણીતી ચાઈનીઝ મોબાઈલ બ્રાન્ડનો સમાવેશ થાય છે, જેમાં ર્ંહીઁઙ્મેજ સ્ર્હ્વૈઙ્મીજ, ર્ંॅॅર્ સ્ર્હ્વૈઙ્મીજ અને ઇીટ્ઠઙ્મદ્બી સ્ર્હ્વૈઙ્મીજનો સમાવેશ થાય છે. એડવાઈઝરીમાં, ‘લશ્કરી વ્યક્તિઓ અને પરિવારોને’ ભારત માટે ‘દુશ્મન’ ધરાવતા દેશોમાં બનેલા મોબાઈલ ફોન ખરીદવા અથવા તેનો ઉપયોગ કરવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. ઘટનાક્રમથી વાકેફ એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, “આ પહેલીવાર નથી કે આવી સલાહનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હોય, પરંતુ તે હજુ સુધી ઇરાદા મુજબ પ્રસારિત કરવામાં આવ્યો નથી. સંદેશ હંમેશા સ્પષ્ટ છે. દરેક વ્યક્તિ જાણે છે કે, ચીનનો ઈરાદો અને તે દેશમાં બનેલા મોબાઈલ ફોનના ઉપયોગમાં સામેલ જાેખમ શું છે. ચાઈનીઝ મોબાઈલ એપ્સ અને ફોનના ઉપયોગથી સંબંધિત ડેટા ભંગ અને જાેખમોનો મુદ્દો સૌપ્રથમ ૨૦૨૦માં સામે આવ્યો હતો. ગાલવાન ખીણમાં અથડામણ પછી, ભારત સરકારે ઘણી ચાઇનીઝ મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ ખતરો માત્ર એપ્સ પૂરતો મર્યાદિત નથી. ઘણા નિષ્ણાતોએ આ ફોન સાથે સંકળાયેલા જાેખમો પણ દર્શાવ્યા છે, જેનો ઉપયોગ જાસૂસી અથવા સંવેદનશીલ માહિતી એકત્રિત કરવા માટે થઈ શકે છે. તેમણે કહ્યું કે, ‘કોઈએ ચીન જેવા દેશ પર વિશ્વાસ ન કરવો જાેઈએ, જેની પાસે વિસ્તરણની અતિ મહત્વાકાંક્ષી યોજના છે અને તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં ન્છઝ્ર સાથેની સ્થિતિને બદલવા માટે સખત પ્રયાસ કર્યો છે. આ ઉપકરણો આપણા સૈનિકો અને જમાવટના સ્થાનને શોધી શકે છે અને તેથી એજન્સીઓ સતર્ક છે. અમે ભૂતકાળમાં પણ ઘણાં પગલાં લીધાં છે. સંરક્ષણ એજન્સીઓએ ભલામણ કરી છે કે, તમામ એકમો અન્ય ફોન પર સ્વિચ કરે અથવા ૩૦ માર્ચ, ૨૦૨૩ સુધીમાં પૂર્ણતા રિપોર્ટમાં સમાવિષ્ટ મોબાઇલ ફોનની જગ્યાએ અન્ય કંપનીઓના મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે.