Delhi

૨૦૨૩માં પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ બની Gujarat Titans

નવીદિલ્હી
ઇન્ડિયન પ્રીમિયર લીગની ૬૨મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ગુજરાત ટાઇટન્સ સામે રમી રહી છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરામે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો ર્નિણય લીધો છે. શુભમન ગીલની શાનદાર સદીના આધારે ગુજરાતની ટીમે ૯ વિકેટે ૧૮૮ રન બનાવ્યા હતા. ભુવનેશ્વર કુમારે છેલ્લી ઓવરમાં ૩ વિકેટ લઈને પંજાે ખોલ્યો હતો. ૈંઁન્ ૨૦૨૩ હાલમાં તેના અંતિમ તબક્કામાં છે. આજે અમદાવાદના નમો સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને હૈદરાબાદ વચ્ચે ૬૨મી મેચ રમાઈ રહી હતી. હૈદરાબાદની ટીમ ટોસ જીતીને પહેલા બોલિંગ કરી રહી હતી. આજે નવી જર્સી સાથે ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમે ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૮૮ રન બનાવ્યા હતા. સાઈ-શુબમન વચ્ચે ૧૦૦ રનની ભાગીદારી થઈ હતી. ૧૮૯ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ૨૦ ઓવર બાદ હૈદરાબાદની ટીમ ૯ વિકેટ ગુમાવીને ૧૫૪ રન બનાવી શકી હતી. પ્લેઓફ અને ફાઈનલ ૨૩ થી ૨૮ મે, ૨૦૨૩ દરમિયાન ચેન્નાઈ અને અમદાવાદમાં રમાશે. ચેન્નાઈનું ચેપોક સ્ટેડિયમ ૨૩ અને ૨૪ મેના રોજ ક્વોલિફાયર ૧ અને એલિમિનેટરનું આયોજન કરશે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અનુક્રમે ૨૬ અને ૨૮ મેના રોજ ૈંઁન્ ૨૦૨૩ ની ક્વોલિફાયર ૨ અને ફાઈનલનું આયોજન કરશે. ગુજરાત ટાઇટન્સ તરફથી પ્રથમ દાવમાં સહાય ૦, શુભમન ગીલે ૫૮ બોલમાં ૧૦૧ રન, સાઇ સુધરસન ૪૭ રન, પંડ્યા ૮ રન, મિલર ૭ રન, રાહુલ તેવટિયાએ ૯ રન બનાવ્યા હતા. જ્યારે રાશિદ ખાન, નૂર અહમદ, શમી અને મોહિત શર્માએ ૦ રન બનાવ્યા હતા.પ્રથમ ઇનિંગમાં ૨૨ ફોર અને ૨ સિક્સ જાેવા મળી હતી.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *