નવીદિલ્હી
ટાઈમ મેગેઝીને ૨૦૨૩ વુમન ઓફ ધ યર એવોર્ડની જાહેરાત કરી છે. આ પુરસ્કાર તે પ્રભાવશાળી મહિલાઓને આપવામાં આવે છે, જેના કારણે મહિલાઓને સમાન અધિકાર મળે છે. જેમાં કુલ ૧૨ મહિલાઓ સામેલ છે. જેમાં આ પાંચ મહિલાઓ વિષે જાણો કે તેમણે જીવનમાં કેટલો સંઘર્ષ કર્યો અને દુનિયામાં પોતાની અલગ નામના મેળવી છે અનેક સિદ્ધી પ્રાપ્ત કરી. જેમાં સૌપ્રથમ નંબરે જાે વાત કરીએ તો આ મહિલાનું નામ છે એનિયલ ફ્રાન્કો. જેમણે બ્રાઝિલમાં જાતિવાદ સામે મજબૂત અવાજ છે. એનિયલ ફ્રાન્કો બ્રાઝિલના મંત્રી છે. તે પહેલાં તે શાળામાં શિક્ષિકા હતા. એનીએલ ફ્રાન્કો બ્રાઝિલમાં જાતિવાદ સામે પોતાનો અવાજ ઉઠાવી રહી છે. તે ૫ વર્ષ પહેલા સુધી સ્કૂલ ટીચર અને વોલીબોલ પ્લેયર હતી, પરંતુ ૨૦૧૮માં તેની બહેનની હત્યા કરવામાં આવી હતી. આ પછી એનિયલ જાતિવાદ સામે અવાજ ઉઠાવ્યો હતો. આ વર્ષે લુલા દા સિલ્વાની સરકાર બન્યા બાદ એનિયલને જાતિય સમાનતા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. હવે એનિયલ બ્રાઝિલના ૧૧૫ મિલિયન અશ્વેત લોકોને સમાન અધિકાર આપવા માટે કામ કરી રહી છે. બીજા નંબરે જાે વાત કરીએ તો આ મહિલાનું નામ છે મેગન રેપિનો. જેમણે મહિલા અને પુરૂષ ફૂટબોલરોની ફી સમાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મેગન રેપિનોએ બે વખત મહિલા સોકર વર્લ્ડ કપ અને ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક જીતનાર યુએસ ટીમની સભ્ય રહી છે. મેગન રેપિનો અમેરિકાની શ્રેષ્ઠ મહિલા સોકર ખેલાડી છે. મેગન ૨૦૧૯ ના મહિલા વર્લ્ડ કપમાં યુએસને જીત તરફ દોરી ગઈ હતી. આ પછી પણ રેપિનોએ સમાન પગાર માટે લડવું પડ્યું અને ૨૦૨૨માં પ્રથમ વખત, અમેરિકામાં પુરુષો અને સ્ત્રીઓને સમાન વેતન આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવી. તેના પ્રયાસોથી રેપિનોએ કેનેડા, સ્પેન અને અન્ય દેશોની મહિલાઓને સમાન વેતનની માંગ કરવા પ્રેરણા આપી છે. ત્રીજા નંબરે જાે વાત કરીએ તો આ મહિલાનું નામ છે રામલા અલી. જેમણે શરણાર્થી મહિલાઓને શિખવી રહી છે બોક્સિંગ. રામલા અલી પોતે શરણાર્થી રહી ચૂક્યા છે. તેમણે સોમાલિયાથી જીવ બચાવીને બ્રિટનમાં આશરો લીધો હતો. રમલા અલી વિશ્વની પ્રથમ મહિલા છે જેમણે સાઉદી અરેબિયામાં બોક્સિંગ સ્પર્ધામાં ભાગ લીધો છે. શરણાર્થીઓના અધિકારો માટે અવાજ ઉઠાવવા બદલ ટાઈમે તેમને વુમન ઓફ ધ યર તરીકે પસંદ કર્યા છે. ૨૦૧૮માં રમલાએ સિસ્ટર્સ ક્લબ શરૂ કરી. આ ક્લબ ગરીબ અને વંચિત મહિલાઓને બોક્સિંગની તાલીમ આપે છે. રામલા યુનિસેફ યુકેની એમ્બેસેડર પણ છે. બાળપણમાં તેમના પરિવારને સોમાલિયા છોડીને બ્રિટનમાં આશ્રય લેવો પડ્યો હતો. ચોથા નંબરે જાે વાત કરીએ તો આ મહિલાનું નામ છે ઓલેના શેવચેન્કો. જેમણે રશિયા અને યુક્રેન યુદ્ધમાં કમજાેરોની અવાજ બન્યા હતા. ઓલેના શેવચેન્કો યુક્રેનમાં રહેતી મહિલાઓ અને લેસ્બિયન માટે એક અવાજ બની રહ્યાં છે. ૪૦ વર્ષીય ઓલેના શેવચેન્કો પર છેલ્લા પાંચ વર્ષમાં સાત વખત હુમલા થયા છે. તેનું કારણ એ છે કે તેઓ યુક્રેનમાં રહેતી મહિલાઓ અને સમલૈંગિકોનો અવાજ ઉઠાવે છે. યુક્રેન પર રશિયાના હુમલા પછી શેવચેન્કોના જૂથે ટ્રાન્સજેન્ડર મહિલાઓને પ્રાથમિક સારવાર કીટ આપવા માટે લગભગ ૩૩ કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યું. શેવચેન્કો કહે છે કે રૂઢિચુસ્ત જૂથો ન્ય્મ્ઊ ને દૂર રાખવાનો આરોપ મૂકે છે. પાંચમાં નંબરે જાે વાત કરીએ તો આ મહિલાનું નામ છે વેરોનિકા ક્રુઝ સાંચેઝ. જેમણે ગર્ભપાત કાયદા સામે અવાજ બની હતી. વેરોનિકા ક્રુઝ અમેરિકામાં મહિલાઓને ગર્ભપાત કરાવવામાં મદદ કરી રહી છે. વેરોનિકા ક્રુઝ સાંચેઝ છેલ્લા ૨૦ વર્ષથી મેક્સિકોમાં ગર્ભપાત કરાવતી મહિલાઓને મદદ કરી રહી છે. ગયા વર્ષ સુધી, ગુઆનાજુઆટોમાં તમામ પ્રકારના ગર્ભપાત પર પ્રતિબંધ હતો. વેરોનિકા સહકર્મીઓ સાથે જરૂરિયાતમંદ મહિલાઓને ગર્ભપાતની ગોળીઓ ઉપલબ્ધ કરાવતી હતી. તેણીના સતત સંઘર્ષ પછી મેક્સિકોએ ગયા વર્ષે ગર્ભપાત પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો. હવે વેરોનિકા અમેરિકન મહિલાઓને મદદ કરી રહી છે, જ્યાં ગયા વર્ષે ગર્ભપાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
