Delhi

૫ સ્ટાર કિડ્‌સ જે ફિલ્મોમાં કામ કરે છે તે તમામ ફિલ્મો થઇ જાય છે ફ્લોપ!

નવીદિલ્હી
બોલિવૂડમાં ચાલી રહેલાં ‘ઈનસાઈડર-આઉટસાઈડર’ અને નેપોટિઝ્‌મની ચર્ચાનો કોઈ અંત નથી. જ્યારે પણ બોલિવૂડમાં કોઈ નવા સ્ટાર-કિડ લોન્ચ થાય છે ત્યારે નેપોટિઝમની ચર્ચા શરુ થઈ જાય છે. જ્યારે વાત સ્ટારડમની આવે છે તો સ્ટાર કિડ્‌સ માટે ફિલ્મોમાં એન્ટ્રી લેવી તો ખૂબ જ સરળ હોય છે. પરંતુ, ફિલ્મની સફળતાની ગેરન્ટી કોઈ નથી આપી શકતું. જાે કોઈ ફિલ્મ ચાલે છે તો ફક્ત દર્શકોના કારણે. આજે અમે તમને એવા સ્ટાર કિડ્‌સ વિશે જણાવીશું જેણે બોલિવૂડમાં એન્ટ્રી તો ખૂબ જ ધૂમ ધામ સાથે કરી હતી. પરંતુ, તેઓ મોટા પડદાં પર કંઈ ખાસ કમાલ નથી કરી શકી. બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘સાવંરિયા’થી ઈન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. તેણીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. પરંતુ, લગભગ તેની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. અનિલ કપૂરની દીકરી હોવાને કારણે તેણીએ ફિલ્મોમાં તો કામ કરતી હતી. પરંતુ, ફિલ્મો ચાલી શકી નહતી. તેને સોનમ કપૂરની ખરાબ કિસ્મત જ કહીશું કે આટલું બધું હોવા છતાં તેણી બોલિવૂડમાં કંઈ ખાસ કમાલ કરી ના શકી. કરણ જૌહરની ફિલ્મ ‘સ્ટૂડેન્ટ ઓફ ધ યર ૨’થી અનન્યા પાંડેએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતું. ત્યારબાદ અનન્યા પાંડે ઘણી ફિલ્મોમાં જાેવા મળી હતી. અનન્યાની છેલ્લી ફિલ્મ ‘લાઈગર’ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ધોવાઈ ગઈ હતી. ખબરો અનુસાર ઈન્ડસ્ટ્રીમાં ડિરેક્ટર્સ એક્ટ્રેસની એક્ટિંગથી જરાય ખુશ નથી. જેના કારણે અનન્યાને વધારે ફિલ્મ ઓફર નથી થઈ રહી. બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અસલ જીવનમાં રાજકુમારી છે. તેણી સેફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી છે. સારાએ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ ‘કેદારનાથ’થી એન્ટ્રી કરી હતી. તેની શરુઆત તો ખૂબ જ દમદાર હતી. પરંતુ, ત્યારબાદ તેની ઘણી ફિલ્મો ફ્લોપ થઈ ગઈ. જેના કારણે સારાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જણાવી દઈએ કે, ૨ જૂને સારા અને વિક્કીની ફિલ્મ ‘ઝરા બચકે ઝરા હટકે’ રિલીઝ થઈ છે. આ ફિલ્મથી સારાને ઘણી આશા છે. જાહ્નવી કપૂરે ફિલ્મ ‘ધડક’થી લોકોની ધડકનો વધારી દીધી હતી. પરંતુ, આ ફિલ્મ બાદ તેણે સતત ફ્લોપ ફિલ્મ આપી છે. તેની ફ્લોપ ફિલ્મોનું લિસ્ટ કંઈક વધારે જ લાંબુ છે. ફિલ્મ ‘ઈશકઝાદે’થી પરિણીતીએ બોલિવૂડમાં પોતાની શરુઆત કરી હતી. પરંતુ, એક્ટ્રેસની એક પણ ફિલ્મ એવી નથી જે ચર્ચાનો વિષય બની હોય. સતત ફ્લોપ ફિલ્મો બાદ તેણી જલ્દી જ લગ્ન કરવા જઈ રહી છે.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *