Delhi

દિલ્હીમાં ધોળા દિવસે બંદુકની અણીએ ૨ લાખની લૂંટ

નવીદિલ્હી
દિલ્હીમાં ધોળે દહાડે સનસનીખેજ લૂંટનો બનાવ બન્યા છે. દિલ્હીના પ્રગતિ મેદાન પાસે ૨ લાખ રૂપિયાની લૂંટ થઇ છે. બનાવ એવો છેકે દિલ્હીમાં એક કેબ કારને રોકીને રૂપિયા લઇને જઇ રહેલા ડિલિવરી એજન્ટ પાસેથી બે લાખ રૂપિયાની લૂંટી લેવામાં આવ્યા છે. આ ઘટનામાં ચાર લૂંટારુઓએ બંદુકના નાળચે લૂંટ ચલાવી હોવાના ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે ૪ લૂંટારુઓએ બાઇક પર એક કારનો પીછો કરીને આવે છે. જેમાં એક બાઇક કારને આંતરીને રોકી દે છે. અને પાછળથી આવેલા બાઇકસવાર લૂંટારું કારનો દરવાજાે ખોલીને બંદુક બતાવીને એજન્ટને લૂંટી લે છે. આ ઘટના ભરદહાડે બની હોવાથી આખા શહેરમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. અને, સીસીટીવી ફુટેજના આધારે પોલીસે આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે. ઘટનાની મળતી વિગતો પ્રમાણે પટેલ સાજન કુમાર અને તેના સાથીદાર જિગર પટેલ કેબ કારમાં સવાર હતા.જેમાં સાજન કુમાર ડિલિવરી એજન્ટ તરીકે કામ કરે છે. ૨૪ જૂને બંને સાથીદારો ચાંદની ચોકથી ગુરુગ્રામ જઇ રહ્યા હતા. તેમની પાસે રૂપિયાથી ભરેલી એક બેગ હતી, જેની જાણ લૂંટારુઓને અગાઉથી હોય તેવું લાગી રહ્યું છે. તેઓ પ્રગતિ મેદાન ટનલ પાસે પ્રવેશ્યા ત્યારે જ બાઇકસવાર ૪ બદમાશોએ બંદૂકની અણીએ કેબને આંતરી હતી અને બેગ લૂંટી લીધી. જેમાં અંદાજે દોઢથી બે લાખ રૂપિયા હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *