નવીદિલ્હી
હરિયાણાના નૂહ વિસ્તારમાં હિંસા ફાટી નીકળ્યા બાદ આસપાસના વિસ્તારોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ગુરુગ્રામ, ફરીદાબાદ, રેવાડી અને મેવાત જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આ હિંસામાં ૩ લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે. નૂહથી શરૂ થયેલી હિંસાની ગુરુગ્રામમાં પણ મોટી અસર પડી છે, જ્યાં શાળાઓ અને કોલેજાે બંધ કરી દેવામાં આવી છે. આ સાથે ધારા ૧૪૪ લાગુ કરવામાં આવી છે. ગુરુ ગ્રામની શાળા કોલેજાે બંધ, ધારા ૧૪૪ લાગુપજે જણાવીએ તો, ગુરુગ્રામમાં ઘણી ઓફિસો આવેલી છે ત્યારે રાજધાની દિલ્હી અને દ્ગઝ્રઇમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં રોજની અવર જવર કરતા હોય છે. આ દરમિયાન જિલ્લામાં તણાવની સ્થિતિને કારણે લોકોમાં ભયનો માહોલ છે, આવી સ્થિતિમાં જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. જાે માત્ર ગુરુગ્રામની વાત કરીએ તો હિંસાને કારણે ૧ ઓગસ્ટે જિલ્લાની શાળાઓ અને કોલેજાે બંધ રાખવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે કે ૧ ઓગસ્ટના રોજ તમામ સરકારી-ખાનગી કોલેજાે બંધ રહેશે. ગુરુગ્રામ-સોહના રોડ પર હિંસાપજે જણાવીએ તો, ગુરુગ્રામ-સોહના રોડ પર હિંસા ફાટી નીકળવાના કારણે પોલીસે દરેકને શાંતિ જાળવવાની અપીલ કરી છે. ગુરુગ્રામના ડીસીપી નીતિશ અગ્રવાલે ગત દિવસે નિવેદન આપ્યું હતું કે ગુરુગ્રામમાં પોલીસ તૈનાત છે અને સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારની અફવામાં સામેલ ન થશો અને સોશિયલ મીડિયા પર વાંધાજનક કંઈપણ શેર કરશો નહીં. ગુરુગ્રામની ટ્રાફિક પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ કારણ વગર ઘરની બહાર ન નીકળે, કારણ કે ટ્રાફિકનું તણાવ ખૂબ વધારે છે. નૂહમાં કેમ ભડકી હિંસા?…જે જણાવીએ તો, એક સરઘસ પર પથ્થરમારો બાદ નૂહ વિસ્તારમાં ભારે હંગામો થયો હતો. આ હિંસામાં બે હોમગાર્ડ અને એક નાગરિકનું મોત થયું હતું, જ્યારે અડધો ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. નૂહથી શરૂ થયેલો હોબાળો ફરીદાબાદ, ગુરુગ્રામ અને સોહના સુધી પહોંચ્યો હતો. રાજ્યના ચાર જિલ્લામાં પોલીસે કલમ ૧૪૪ લાગુ કરી છે, લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી વધારાના સુરક્ષા દળની માંગ કરી છે, શરૂઆતમાં લગભગ ૨૦ ઇછહ્લ કંપનીઓ મોકલવામાં આવી રહી છે. નુહમાં હિંસાને કારણે ઈન્ટરનેટ સેવાઓ બુધવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ફરીદાબાદ, મેવાત જિલ્લામાં પણ શાળા અને કોલેજાે બંધ કરી દેવામાં આવી છે.