નવીદિલ્હી
રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા વનડે વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત છે. ભારતીય ટીમ ૨૦૧૧થી વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી. આવી સ્થિતિમાં ભારતીય ટીમને આ વખતે કોઈ કમી હોય તે પસંદ નથી. વર્લ્ડ કપ પહેલા ટીમે ૩૦ ઓગસ્ટથી એશિયા કપ રમવાનો છે. અહીં ભારતીય ટીમનો મુકાબલો ૨ સપ્ટેમ્બરે પાકિસ્તાનનો છે. આ સિવાય શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી પણ સ્પર્ધા થઈ શકે છે. આ તમામ ટીમો વર્લ્ડ કપમાં પ્રવેશ કરી રહી છે. આવી સ્થિતિમાં આઈસીસી ટૂર્નામેન્ટની તૈયારી માટે એશિયા કપ પણ મહત્વપૂર્ણ છે. ગત એશિયા કપની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા ફાઇનલમાં જગ્યા બનાવી શકી ન હતી. વર્લ્ડ કપમાં દેખાતા મોટાભાગના ખેલાડીઓને એશિયા કપ માટે ટીમમાં જગ્યા મળી શકે છે. આનાથી ટીમ મેનેજમેન્ટને તેમની કસોટી કરવાની તક મળશે. છેલ્લા ર્ંડ્ઢૈં વર્લ્ડ કપની વાત કરીએ તો ટીમ ઈન્ડિયામાંથી ૭ ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. એટલે કે, આ વખતે તેઓ જાેવા નહીં મળે. તેમાં પૂર્વ કેપ્ટન એમએસ ધોની સહિત ૩ વિકેટકીપર પણ સામેલ છે. ધોની નિવૃત્ત થઈ ગયો છે અને ઋષભ પંત ઈજાના કારણે બહાર થઈ રહ્યો છે. દિનેશ કાર્તિક પણ ટીમમાં જગ્યા બનાવવાની રેસમાં નથી. ભારતમાં ૫ ઓક્ટોબરથી ૧૯ નવેમ્બર દરમિયાન વર્લ્ડ કપની મેચો યોજાવાની છે. શિખર ધવન ૨૦૧૯ ર્ંડ્ઢૈં વર્લ્ડ કપમાં ૨ મેચમાં જાેવા મળ્યો હતો. તેણે સદી સાથે ૧૨૫ રન બનાવ્યા હતા, પરંતુ તે પછી અંગૂઠામાં ફ્રેક્ચર થવાને કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. આ સિવાય કેદાર જાધવે ૫ ઇનિંગ્સમાં ૮૦ વિકેટ, વિજય શંકરે ૩ ઇનિંગમાં ૫૮ વિકેટ અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે ૬ મેચમાં ૧૦ વિકેટ લીધી હતી. આ ચાર ખેલાડીઓ વર્તમાન વર્લ્ડ કપની રેસમાંથી પણ બહાર છે. ૨૦૧૯ના વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોનીએ ૮ ઇનિંગ્સમાં ૨૭૩ રન બનાવ્યા હતા, રિષભ પંતે ૪ ઇનિંગ્સમાં ૧૧૬ રન બનાવ્યા હતા જ્યારે દિનેશ કાર્તિકે ૨ ઇનિંગ્સમાં ૧૪ રન બનાવ્યા હતા. રોહિત શર્મા વર્તમાન વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે પ્રવેશ કરશે. ગત વર્લ્ડ કપમાં વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હારીને બહાર થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડે ફાઇનલ ટાઇ બાદ બાઉન્ડ્રી કાઉન્ટના નિયમ દ્વારા ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. ગત વર્લ્ડ કપમાં રોહિતે બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ૯ ઇનિંગ્સમાં ૫ સદી અને એક અડધી સદીની મદદથી સૌથી વધુ ૬૪૮ રન બનાવ્યા હતા. તેની સરેરાશ ૮૧ હતી. રોહિત ઘરઆંગણે યોજાનાર વર્લ્ડ કપમાં આ પ્રદર્શન જાળવી રાખવા માંગશે. ૨૦૧૯ ર્ંડ્ઢૈં વર્લ્ડ કપની વાત કરીએ તો, રોહિત શર્મા સિવાય શિખર ધવન અને દ્ભન્ રાહુલે પણ એક-એક સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ ૯ ઇનિંગ્સમાં ૫૫ની એવરેજથી ૪૪૩ રન બનાવ્યા છે. ૫ અડધી સદી ફટકારી હતી. રોહિત શર્મા ૩૬ વર્ષનો છે અને વિરાટ કોહલી ૩૫ વર્ષનો છે. આવી સ્થિતિમાં આ વર્લ્ડ કપને બંને દિગ્ગજ ખેલાડીઓનો છેલ્લો વર્લ્ડ કપ કહેવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં બંને ખેલાડીઓ અહીં સારું પ્રદર્શન કરવા ઈચ્છશે. કોચ તરીકે રાહુલ દ્રવિડ માટે પણ આ વર્લ્ડ કપ મહત્વપૂર્ણ છે. તેમના કોચિંગ હેઠળ, ટીમ ્૨૦ વર્લ્ડ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી ન હતી.
