Delhi

૯૦ની ટૉપ એક્ટ્રેસે રિજેક્ટ કરી હતી બ્લોકબસ્ટર ય્ટ્ઠઙ્ઘટ્ઠિ

નવીદિલ્હી
ગદરઃ એક પ્રેમ કથા રિલીઝ થયાને બે દાયકાથી વધુ સમય થઈ ગયો છે અને ફરી એકવાર સની દેઓલની ફિલ્મની સિક્વલે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. સની દેઓલ અને અમીષા પટેલ અભિનીત ગદર તેની રિલીઝ સમયે સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની હતી અને તેને અપાર પ્રેમ પણ મળ્યો હતો. તારા સિંહ-સકીનાની પ્રેમકથા સાચા પ્રેમીઓની મિસાલ બની ગઈ હતી અને તેમાં દેશભક્તિની ભાવના પણ જાેવા મળી હતી. આ જ કારણ છે કે આ ફિલ્મને સમાજના દરેક વર્ગ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મથી એકવાર ફરી અમિષા પટેલ માટે અભિનયમની દુનિયાના દરવાજા ખોલી દીધા, જે લાંબા સમયથી સ્ક્રીનથી ગાયબ હતી. અમીષા પટેલની પહેલા એક બીજી બોલિવૂડ એક્ટ્રેસને ઓફર કરવામાં આવી હતી. પરંતુ, તે લોકોએ તેને રિજેક્ટ કરી દીધી હતી. ગદર ૨ માં સની દેઓલની હિરોઈન બન્યા પહેલાં ઘણી એક્ટ્રેસે આ રોલને નકારી દીધો હો અને આ વાતનો ખુલાસો ખુદ ડિરેક્ટર કરી ચુક્યા છે. આ ઈન્ટરવ્યુમાં નિર્દેશક અનિલ શર્માએ કહ્યુ કે તે નામ નહીં જણાવે. પરંતુ, ઘણી મહિલા કલાકારોએ અમુક કારણોસર આ ફિલ્મને રિજેક્ટ કરી દીધી હતી. જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ ભૂમિકા માટે કાજાેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો, તો ફિલ્મ નિર્માતાએ બોલિવૂડ બબલને કહ્યું, “હું કોઈનું નામ લેવા માંગતો નથી, તે યોગ્ય નથી. મીડિયા કોઈપણનું નામ લેવા માટે સ્વતંત્ર છે. પરંતુ અમે તે સમયની ઘણી ટોચની અભિનેત્રીઓનો સંપર્ક કર્યો. કેટલાક લોકને લાગતું હતુ કે, અમે તેમના ધારાઘોરણો પ્રમાણે નથી, તેમને લાગતું હતુ કે સની દેઓલ સાહેબ તેમના સ્ટાન્ડર્ડ પ્રમાણે નથી જીવતાં. તેમને લાગ્યુ કે તે અમારા માટે ઘણાં મોટા છે. તેમને લાગ્યું કે, અમે ‘ટ્રેન્ડી’ નથી. તેમણે સ્ટોરી પણ ન સાંભળી.” ગદરના ડિરેક્ટરે વધુમાં કહ્યું, ‘અમારી સ્ટોરી સાંભળનાર કેટલીક અભિનેત્રીઓને લાગ્યું કે આ એક પીરિયડ ફિલ્મ છે અને તેમાં ભાગ લેવો યોગ્ય નથી. તે દિવસોમાં ફિલ્મોની શૂટિંગ આંતરરાષ્ટ્રીય સ્તર પર થતી હતી. તે અમને કહેતા હતાં કે, ‘યૂથ ઓરિયન્ટેડ’ ફિલ્મો બનાવો અને આ પ્રકારે કોઈને કોઈ બહાના બનાવ્યાં.’ સૂત્રોના જણાવ્યા અનુસાર, કાજાેલ સિવાય ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિતે પણ ગદરઃ એક પ્રેમ કથા કરવાની ના પાડી દીધી હતી. આ તમામ ટૉપ એક્ટ્રેસે નકાર્યા બાદ છેલ્લે અમીષા પટેલે પરદાં પર પાકિસ્તાનની સકીના બનવાનો સ્વીકાર કર્યો. ૨૦૦૧માં આવેલી આ ફિલ્મ ૧૯૯૪ની ‘હમ આપકે હૈ કોન’ બાદ ૯૦ના દાયકાની સૌથી વધારે જાેવામાં આવેલી ફિલ્મ બની હતી. અમીષાની સાથે આ ફિલ્મમાં ઉત્કર્ષ શર્મા, સિમરત કૌર, લવ સિંહા અને મનીષ વાધવા પણ છે.

Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *