Delhi

મુસ્લિમ બહુમતી દેશનાં ક્રિકેટરની પત્ની છે ભગવાન કૃષ્ણની દાસી

નવીદિલ્હી
બાંગ્લાદેશનો વિકેટકીપર-બેટ્‌સમેન લિટન દાસ તાજેતરમાં બાંગ્લાદેશની વન-ડે ક્રિકેટમાં કેપ્ટન્સી કરીને ફ્રી ચર્ચામાં આવ્યો હતો. લિટન દાસે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી મેચમાં ૭૩ રનની ઈનિંગ રમી છે. લિટન દાસની આ ઈનિંગ બાદ તેનું અંગત જીવન ફરી એકવાર ચર્ચામાં આવી ગયું હતું. જેના થોડા મહિનાઓ બાદ તમીમ ઇકબાલની નિવૃત્તિની જાહેરાત પછી લિટનને વન-ડેમાં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.લિટન દાસના અંગત જીવનની વાત કરીએ તો ક્રિકેટર અને તેની પત્ની દેવશ્રી બિસ્વાસ સંચિતા બંને જણ ભગવાનના પરમ ભક્ત છે. જ્યારે લિટન દાસ દેવીના ભક્ત છે, તો દેવશ્રી પોતાને ભગવાન કૃષ્ણની દાસી માને છે. દેવશ્રી બિસ્વાસ સંચિતાએ તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં પોતાને એક ખેડૂત, ભગવાન કૃષ્ણની દાસી અને પ્રાણી પ્રેમી ગણાવી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ૭૯.૮દ્ભ ફોલોઅર્સ છે. દેવશ્રી ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર તસવીરો શેર કરવાની સાથે દેવશ્રી લિટન દાસ સાથેની રોમેન્ટિક તસવીરો પણ શેર કરે છે. દેવશ્રી બિસ્વાસ સંચિતાએ તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં પોતાને ભગવાન કૃષ્ણના ભક્ત તરીકે વર્ણવ્યા છે, પરંતુ તે દેવી, ભગવાન શિવ, રામ સીતા, ભગવાન શ્રી ગણેશની પૂજા કરતી તસવીરો શેર કરતી રહે છે. દેવશ્રી શિવરાત્રી, દુર્ગા પૂજા, ગણેશ ચતુર્થી જેવા હિંદુ તહેવારો પર પૂજા કરતી તેના ઘરના મંદિરની તસવીરો પણ પોસ્ટ કરતી રહે છે. લિટન દાસને તેમના અંગત જીવન વિશે વધુ વાત કરવાનું પસંદ નથી, તેથી તેમની અને દેવશ્રીની લવ સ્ટોરી વિશે વધુ માહિતી પ્રાપ્ય નથી. પણ તેણી પત્ની દેવશ્રી બિસ્વાસ સંચિતાએ શેર-એ-બાંગ્લા કૃષિ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી મેળવી છે. દેવશ્રીનો જન્મ દિનાજપુરમાં થયો હતો અને ત્યાં જ મોટી થઈ હતી. એવું કહેવાય છે કે લિટન દાસ અને દેવશ્રી ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરતા હતા. ડેટિંગ કર્યા પછી, બંનેએ તેમના સંબંધોને આગળ વધારવાનું નક્કી કર્યું અને સપ્ટેમ્બર ૨૦૧૯ માં, દેવશ્રી સંચિતા અને લિટન દાસે હિન્દુ વિધિથી લગ્ન કર્યા હતા. દેવશ્રી બિસ્વાસ સંચિતા પોતે પણ ખૂબ જ સુંદર છે અને તેણીને પ્રવાસનો પણ શોખીન છે. દેવશ્રી લિટન દાસ સાથેના વેકેશનની સુંદર તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. દેવશ્રી આ ફોટોઝમાં વેસ્ટર્ન અને ટ્રેડિશનલ બંને કપડામાં સુંદર લાગી રહી છે. દેવશ્રી બિસ્વાસ સંચિતા સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અલગ-અલગ પ્રકારની સાડી પહેરેલી તસવીરો પણ શેર કરતી રહે છે. દેવશ્રીની સાડીઓની તસવીરો ચાહકો ખૂબ જ પસંદ કરે છે અને તેના પર વખાણની કોમેન્ટ્‌સ પણ કરે છે. ૨૦૨૦ માં, લગ્નના એક વર્ષ પછી, લિટન દાસની પત્ની દેવશ્રી સાથે એક ગંભીર અકસ્માત થયો હતો. ચા બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે તેણી ઘાયલ થઈ હતી. જાેકે આ ઘટનામાં તેને ઘણી ઈજાઓ થઈ હતી. પરંતુ તેણીએ હિંમત સાથે તેનો સામનો કર્યો અને સ્વસ્થ થઈ અને સોશિયલ મીડિયા પર પાછી ફરી હતી.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *