નવીદિલ્હી
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ૧૯૪ કરોડ રુપિયાના ડ્રગ્સ કેસમાં નલિયા કોર્ટે ૨૮ ઓગસ્ટ સુધીના રિમાન્ડ પર મોકલ્યો હતો. રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. અગાઉ લોરેન્સ બિશ્નોઈની જખૌથી પકડાયેલા ડ્રગ્સના કેસમાં ૧૪ દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછ કરાઈ હતી. લોરેન્સ બિશ્નોઈના રિમાન્ડ દરમિયાન પાકિસ્તાનીઓ સાથેના કનેક્શન અને ડ્રગ્સ સિન્ડિકેટ અંગેના ખુલાસા થયા છે. તેમજ લોરેન્સે વર્ષ ૨૦૨૩ ઉપરાંત વર્ષ ૨૦૨૨માં પણ ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડ્યું હતું. ૨૦૨૨માં પણ પાકિસ્તાનથી ડ્રગ્સ ગુજરાતના દરિયાઈ માર્ગેથી ઉત્તર ભારત લઈ આવ્યો હતો. ૨૦૨૨માં જખૌથી ઝડપાયેલા ૧૯૪ કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સની સંડોવણી ખુલ્યા બાદ ગુજરાત છ્જીએ ગેંગસ્ટર લોરેન્સને નલિયા કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યાર બાદ કોર્ટે ૨૮ ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે આજે પૂર્ણ થતા તપાસ દરમિયાન અનેક ખુલાસા થયા હતા. ત્યારે હવે દ્ગૈંછએ આ કેસની તપાસ કરશે. સમગ્ર મામલો જણાવીએ તો, વર્ષ ૨૦૨૨માં ગુજરાત છ્જીએ ભારતીય કોસ્ટ ગાર્ડ સાથેના સંયુક્ત ઓપરેશનમાં કચ્છ જિલ્લાના જખાઉ બંદર નજીક એક પાકિસ્તાની બોટને અટકાવી હતી અને ૧૯૪ કરોડ રૂપિયાથી વધુની કિંમતનું ૪૦ કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ગુજરાત છ્જીને આ કેસની તપાસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સંડોવણીના કેટલાક પુરાવા મળ્યા હતા. જે બાદ આ મામલે લોરેન્સ બિશ્નોઇની છ્જીની ટીમે ટ્રાન્સફર વોરન્ટના આધારે અગાઉ ધરપકડ કરી હતી. ગુજરાત છ્જીએ લોરેન્સની બીજી વખત રિમાન્ડ પર પૂછપરછ કરી છે. આ સમગ્ર મામલો કચ્છ જિલ્લાની નલિયા કોર્ટમાં ચાલી રહ્યો છે.
