Delhi

AAP સાંસદ સંજય સિંહ આખા ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ

નવીદિલ્હી
મણિપુર મુદ્દે સંસદના બંને ગૃહોમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. સોમવારે રાજ્યસભા અને લોકસભામાં ભારે હંગામો થયો હતો અને આ દરમિયાન રાજ્યસભા અધ્યક્ષે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સસ્પેન્ડ કરી દીધા છે. ચેરમેન જગદીપ ધનખરે સોમવારે આ મોટી કાર્યવાહી કરી, સંજય સિંહ આખા ચોમાસુ સત્ર માટે સંજય સિંહને સસ્પેન્ડ કર્યા છે. મળતી માહિતી મુજબ, કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલે સંજય સિંહ વિશે અધ્યક્ષને ફરિયાદ કરી હતી. તેમની ફરિયાદના આધારે આ ર્નિણય લેવામાં આવ્યો છે અને સંજય સિંહને ચોમાસુ સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તાજેતરમાં મણિપુરમાં વાયરલ થયેલા વીડિયો બાદ દેશભરમાં ગુસ્સો છે. વીડિયોમાં બે મહિલાઓને નગ્ન કરીને રસ્તા પર ફેરવવામાં આવી હતી, ત્યારબાદ તેમની સાથે યૌન શોષણ પણ કરવામાં આવ્યું હતું. મણિપુર મુદ્દે સંસદમાં વિપક્ષ સતત હંગામો મચાવી રહ્યો છે અને વડાપ્રધાનના નિવેદનની માંગ કરવામાં આવી રહી છે. સરકાર વતી મણિપુર મુદ્દા પર ચર્ચાની વાત કરવામાં આવી છે, જાે કે સરકારનું એમ પણ કહેવું છે કે સંબંધિત મંત્રાલય આ અંગે ગૃહમાં નિવેદન આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર મુદ્દે ગૃહની બહાર નિવેદન આપી ચૂક્યા છે અને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી ચૂક્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રવિવારે કહ્યું કે, કોઈપણ મહિલા પર અત્યાચાર, બળાત્કાર પીડાદાયક હોય છે, પછી તે કોઈપણ રાજ્યમાં હોય. મહિલાઓ સામે વધતા ગુનાઓને રોકવાની જવાબદારી રાજ્યોની છે. આ મુદ્દે ગૃહમાં સારી ચર્ચા થવી જાેઈએ. તમામ પક્ષોએ તેમાં ભાગ લેવો જાેઈએ અને કોઈએ ચર્ચાથી ભાગવું જાેઈએ નહીં. વિપક્ષને અપીલ છે કે તેઓ ચર્ચામાં જાેડાય અને ભાગી ન જાય. ચર્ચામાં રહેવા માટે વિપક્ષ દ્વારા હંગામો મચાવવામાં આવે છે, પરંતુ ચર્ચામાં ભાગ લેવા માટે કંઈ કરવામાં આવતું નથી.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *