Delhi

SEBIની તપાસમાં અદાણી ગ્રુપની ડિસ્ક્લોઝર નિયમોમાં ખામી ઃ રિપોર્ટ

નવીદિલ્હી
શેરબજાર નિયમનકાર દ્વારા ભારતના અદાણી ગ્રુપ(છઙ્ઘટ્ઠહૈ ય્િર્ેॅ)ની તપાસમાં લિસ્ટેડ એન્ટિટીઓ દ્વારા ડિસ્ક્લોઝર પરના નિયમોનો ઉલ્લંઘ થયો હોવાનું સામે આવી રહ્યું છે. લિસ્ટેડ સંસ્થાઓ દ્વારા અને ઓફશોર ફંડ્‌સના હોલ્ડિંગ અંગે આ બાબતની સીધી જાણકારી ધરાવતા બે સૂત્રોએ આ માહિતી જાહેર કરી છે. મામલો શું છે?.. જે જણાવીએ, યુએસ સ્થિત હિંડનબર્ગ રિસર્ચ(ૐૈહઙ્ઘીહહ્વેખ્તિ ઇીજીટ્ઠષ્ઠિર) દ્વારા ગૌતમ અદાણીની આગેવાની હેઠળના જૂથની ગવર્નન્સની ચિંતા ઉભી કરી હતી. બાદ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (જીીષ્ઠેિૈંૈીજ ટ્ઠહઙ્ઘ ઈટષ્ઠરટ્ઠહખ્તી મ્ર્ટ્ઠર્ઙ્ઘિ ક ૈંહઙ્ઘૈટ્ઠ – જીઈમ્ૈં) એ તેની કંપનીઓના બજારમૂલ્યમાંથી ૧૦૦ બિલિયન ડોલરથી વધુનું નુકસાન બાદ મામલાની તપાસ શરૂ કરી હતી. પોર્ટ-ટુ-પાવર ગ્રુપએ જાન્યુઆરીમાં ગેરરીતિનો ઇનકાર કર્યો હતો. સૂત્રોએ જેમણે મીડિયા સાથે વાત કરવા માટે અધિકૃત ન હોવાને કારણે નામ જાહેર કાર્ય ન હતા. તેઓએ ઉલ્લંઘનોને “તકનીકી” બાબત તરીકે દર્શાવ્યું હતું જે તપાસ પૂર્ણ થયા પછી નાણાકીય દંડ કરતાં વધુ આકર્ષિત કરશે નહીં. અદાણીની સેબીની તપાસની દેખરેખ રાખતી ભારતની સર્વોચ્ચ અદાલત આજે મંગળવારે આ મામલે સુનાવણી કરી રહી છે.જ્યાં સુધી રેગ્યુલેટર અદાણીની તપાસ અંગે તેના આદેશો પસાર ન કરે ત્યાં સુધી સેબીની રિપોર્ટને સાર્વજનિક કરવાની કોઈ યોજના નથી એમ એક સૂત્રોએ જણાવ્યું હતું. શુક્રવારે સેબીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેણે અદાણી જૂથની તપાસ લગભગ પૂર્ણ કરી લીધી છે. કોર્ટમાં ફાઇલિંગમાં નિયમનકારે જણાવ્યું હતું કે તેણે સંબંધિત-પક્ષના વ્યવહારોના ૧૩ બાબતોની તપાસ કરી છે.સૂત્રોએ ઉમેર્યું હતું કે, દરેક એન્ટિટી દ્વારા દરેક ઉલ્લંઘન માટે દંડ મહત્તમ ૧૦ મિલિયન રૂપિયા (ઇં૧૨૧,૦૦૦) સુધી જઈ શકે છે.તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે કેટલીક અદાણી કંપનીઓમાં ઓફશોર ફંડ્‌સનું હોલ્ડિંગ નિયમોને અનુરૂપ નથી. ભારતીય કાયદો ઑફશોર રોકાણકારને વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર માર્ગ દ્વારા ભારતીય કંપનીમાં વધુમાં વધુ ૧૦ ટકા રોકાણ કરવા માટે પરવાનગી આપે છે જેમાં કોઈપણ મોટા રોકાણને વિદેશી સીધા રોકાણ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.”કેટલાક ઓફશોર રોકાણકારો દ્વારા આ મર્યાદાનો અજાણતા ભંગ થયો છે,” બે સ્ત્રોતોમાંથી જાણવા મળ્યું છે પરંતુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. તે સ્પષ્ટ થયું નથી કે આવા ઉલ્લંઘન માટે કંપનીને કેટલો મોટો દંડ થઈ શકે છે.રેગ્યુલેટરે તપાસ કરી છે તે ચોક્કસ કંપનીઓના નામ સામે આવ્યા નથી. હિંડનબર્ગના આરોપોના જાન્યુઆરીમાં તેના પ્રતિભાવમાં અદાણી જૂથે જણાવ્યું હતું કે તમામ સંબંધિત પક્ષના વ્યવહારો સંપૂર્ણ રીતે જાહેર કરવામાં આવ્યા છે.

File-01-Page-12-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *