નવીદિલ્હી
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ૈંઝ્રઝ્ર) ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. શનિવારે બાંગ્લાદેશ સામેની મેચમાં આઉટ થયા બાદ ગુસ્સો દર્શાવવા અને મેચ બાદ અમ્પાયર સાથે ગેરવર્તન કરવા બદલ તેના પર ૨ મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ કાર્યવાહીના કારણે ભારતીય ટીમને એશિયા કપની શરૂઆતની બે મેચોમાં કેપ્ટન વિના જ જવું પડશે. બાંગ્લાદેશ સામેની ત્રીજી અને અંતિમ વનડે મેચમાં આઉટ થયા બાદ હરમનપ્રીત કૌરે ગુસ્સામાં સ્ટમ્પ તોડ્યું હતું. તેને રમતગમતના સામાનને નુકસાન પહોંચાડવા અને અમ્પાયરોની ટીકા કરવા બદલ બે મેચના પ્રતિબંધનો સામનો કરવો પડશે. આ સજા બાદ તે હવે એશિયન ગેમ્સની શરૂઆતની મેચોમાં રમી શકશે નહીં.
મેચ દરમિયાન બાંગ્લાદેશની બોલર નાહિદા અખ્તર દ્વારા હરમનપ્રીત કૌરને એલબીડબ્લ્યુ (ન્મ્ઉ) ઘોષિત કરવામાં આવી હતી પરંતુ તે આ ર્નિણય સાથે અસહમત હતી. ફિલ્ડ અમ્પાયરે આઉટ જાહેર કર્યા બાદ જ્યારે તે પેવેલિયન પરત ફરી રહી હતી ત્યારે તેણે પોતાનો ગુસ્સો સ્ટમ્પ પર ઠાલવ્યો હતો. તેણે ખુલ્લેઆમ અમ્પાયર સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. હરમનપ્રીત કૌરે આઉટ થયા બાદ માત્ર હોબાળો જ નહોતો મચાવ્યો પરંતુ બાદમાં જ્યારે એવોર્ડ સમારંભ દરમિયાન ફોટો સેશન ચાલી રહ્યું હતું ત્યારે તેણે અમ્પાયરની ટીકા પણ કરી હતી. અમ્પાયરનું અપમાન કરતાં ભારતીય કેપ્ટને બાંગ્લાદેશના કેપ્ટનને ત્યાં સુધી કહ્યું કે અમ્પાયરોએ બંને ટીમો સાથે ટ્રોફી સમારોહમાં હાજરી આપવી જાેઈએ. કારણ કે અમ્પાયરના ર્નિણયના કારણે જ મેચનું પરિણામ બદલાયું છે.


