Delhi

Arcturus Variantનો અનેક દેશોમાં મચાવી તબાહી, આ વેરીએન્ટના સૌથી અલગ છે લક્ષણો

નવીદિલ્હી
ભારતમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. દર ૨૪ કલાકમાં કેસના જે આંકડાઓ સામે આવે છે તે ચિંતાજનક છે. છેલ્લા ૨૪ કલાકમાં પણ દેશમાં ૧૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. આ વાત ચિંતાજનક એટલા માટે પણ છે કે ૬ એપ્રિલે કોરોનાના ૫૩૩૫ કેસ નોંધાયા હતા અને માત્ર ૭ દિવસમાં કેસની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને હોસ્પિટલોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે અને ઘણા રાજ્યોમાં માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. જાે કે ભારત માટે ચિંતાનો વિષય એ પણ છે કે ભારતમાં કોરોનાનો એક ખતરનાક પ્રકાર સતત ફેલાઈ રહ્યો છે. કોરોનાના આ નવા પ્રકારનું નામ આર્કટુરસ છે. આ વેરિયન્ટ ક્રૈકેન વેરિયન્ટ કરતાં ૧.૨ ગણી ઝડપથી ફેલાય છે. ખૂબ જ ઝડપથી ફેલાય છે આ વેરિયન્ટ!!… આર્કટુરસને વાયરસનો અત્યાર સુધીનો સૌથી ઝડપથી ફેલાતો પ્રકાર કહેવામાં આવે છે. તે ર્ંદ્બૈષ્ઠિર્હ ના ૬૦૦ થી વધુ સબ વેરિયંટનો એક ભાગ છે. ર્ંદ્બૈષ્ઠિર્હ ના સબ વેરિયંટ ઠમ્મ્.૧.૧૬ નું નામ આર્કટુરસ છે. અમેરિકાના ઘણા રાજ્યો ઉપરાંત આ પ્રકાર ૨૨ દેશોમાં જાેવા મળ્યો છે. કોરોનાના આ પ્રકારે આ દેશોમાં તબાહી મચાવી છે. ભારતમાં પણ આ પ્રકારના કેસ સૌથી વધુ જાેવા મળે છે. છેલ્લા એક મહિનામાં આ વેરિયન્ટના કેસમાં ૧૩ ગણો વધારો થયો છે. ઉૐર્ંના અધિકારીઓએ તેને ચિંતાનો વિષય ગણાવ્યો છે. શું આર્કટુરસ વેરિયન્ટના લક્ષણો?… તે જાણો.. ડબ્લ્યુએચઓ અનુસાર કોરોનાના આ પ્રકારમાં બાળકોમાં જે લક્ષણો જાેવા મળે છે તે અન્ય કોઈપણ પ્રકારમાં જાેવા મળ્યા નથી. આ લક્ષણોમાં તાવ આવવો, આંખોમાં ખંજવાળ આવવી અને ચીકાશ લાગવી, ગુલાબી આંખો અને ઉધરસનો સમાવેશ થાય છે. લક્ષણ જણાય તો શું કરવું ?… તે જાણો.. જાે આ લક્ષણો જણાત તો સૌથી પહેલા આઈસોલેશનનું પાલન કરો. ત્યારબાદ કોરોના ટેસ્ટ કરાવો. જાેકે વાતાવરણમાં થતા ફેરફારના કારણે ફ્લુના કેસમાં પણ વધારો થયો છે. તેના લક્ષણો પણ કોરોના જેવા જ છે. તેથી શક્ય છે કે તમને ફ્લુ જ હોય. તેથી ડોક્ટરનો સંપર્ક કરી તેમની સલાહ સાથે જ કોઈપણ દવા લો. આ સિવાય જાહેર સ્થળોએ જવાનું ટાળો, સતત હાથ ધોવા, માસ્ક પહેરો અને સામાજિક અંતરના નિયમનું પાલન કરવું.

Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *