Delhi

૫૦ વર્ષની ઉંમરે ચોથા દીકરાનો બાપ બન્યો અર્જુન રામ પાલ

નવીદિલ્હી
બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલના ઘરે ફરી એકવાર ખુશીઓ આવી છે. બી-ટાઉનના ફેમસ એક્ટરમાંથી એક ગણાતા અર્જુન રામપાલ ૫૦ વર્ષની ઉંમરમાં ચોથી વખત પિતા બન્યો છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર આ ખુશખબરીની જાહેરાત ફેન્સ માટે કરી છે. અભિનેતાએ એક ખૂબ જ ખાસ પોસ્ટ શેર કરીને આ સારા સમાચાર શેર કર્યા છે. આ ખુશખબરની સાથે જ અર્જુનના ફેન્સ કપલ પર અભિનંદનનો વરસાદ રહ્યા છે અને નાના મહેમાન પર પ્રેમ વરસાવી રહ્યા છે. અર્જુન રામપાલ તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્‌સની બીજી પ્રેગ્નેન્સીને કારણે ખૂબ જ ચર્ચામાં રહી હતી. ત્યારે ૨૦ જુલાઈના રોજ આ કપલે આ દુનિયા અને તેમના પરીવારમાં પોતાના બીજા બાળકનું સ્વાગત કર્યું હતું, જેની જાહેરાત અભિનેતાએ સોશિયલ મીડિયા દ્વારા એક ખાસ પોસ્ટ શેર કરીને કરી હતી. અભિનેતા અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરીને પોતાની ખુશી ફેન્સ સામે વ્યક્ત કરી છે. તેણે એક પોસ્ટ શેર કરી છે, જેમાં એક ટુવાલ પર કાર્ટૂન પૂ જાેઇ શકાય છે અને તેના પર હેલો વર્લ્ડ લખેલું છે. અર્જુન રામપાલે આ ખાસ તસવીર સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘મારા અને મારા પરિવારમાં આજે એક સુંદર બેબી બોયનો જન્મ થયો છે. હાલ માતા અને પુત્ર બંને સ્વસ્થ છે. ડોકટરો અને નર્સોની ટીમનો આભાર. અમે ખૂબ જ ખુશ છીએ. તમારા બધાના પ્રેમ અને સમર્થન બદલ આભાર. ઈં૨૦.૦૭.૨૦૨૩ ઈંરીઙ્મર્ઙ્મુર્ઙ્મિઙ્ઘ.” અર્જુન અને ગેબ્રિએલાએ હજી સુધી લગ્ન કર્યા નથી. બંને લિવઇનમાં સાથે રહે છે. પહેલી પત્નીથી અલગ થયા બાદ બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. વર્ષ ૨૦૧૮માં બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને વર્ષ ૨૦૧૯માં આ કપલે પોતાના દીકરા એરિક રામપાલનું સાથે મળીને પોતાના પરીવારમાં સ્વાગત કર્યું હતું. આપને જણાવી દઇએ કે, અર્જુનને પહેલી પત્ની મેહર જેસિયાથી બે પુત્રીઓ માહિકા રામપાલ અને માયરા રામપાલ છે. અર્જુનનો બંને પુત્રીઓ સાથેનો સંબંધ ઘણો સારો છે. ૨૦૧૯માં તેણે સત્તાવાર રીતે પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *