Delhi

ઓસ્ટ્રેલિયા બન્યું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન, ટીમ ઈન્ડિયાની કારમી હાર

નવીદિલ્હી
ફરી એક વાર એ જ થયું છે, જે વર્ષે પહેલા લંડનથી લગભગ ૧૩૦ કિમી દૂર સાઉથેંપ્ટનમાં થયું હતું. સતત બીજી વાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચેલી ભારતીય ક્રિકેટ ટીમની એવી જ હાલત થઈ છે, જેવી ૨૦૨૧માં થઈ હતી. ફરી એક વાર ટીમ ઈન્ડિયાને પોતાના દિગ્ગજ બેટ્‌સમેનની નિષ્ફળતાનું ભયંકર પરિણામ વેઠવું પડ્યું છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફાઈનલના અંતિમ દિવસે ટીમ ઈન્ડિયા ફક્ત ૨૩૪ રન પર ધ્વસ્ત થઈ ગઈ અને ૨૦૯ રનથી મેચની સાથે ખિતાબ પણ હારી ગઈ. આવી જ રીતે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બની ગઈ. ઓવલમાં ફાઈનલના પ્રથમ બે દિવસ જેવી રીતે ટીમ ઈંડિયાનું પ્રદર્શન હતું, ત્યાર બાદથી આ જ રિઝલ્ટની આશંકા હતી. બાદમાં પણ ટીમ ઈન્ડિયાએ આગામી બે દિવસમાં દમદાર વાપસી કરી મેચમાં પોતાની આશા બનાવી રાખી હતી. ભારતીય ટીમ ૪૪૪ રનના મોટા ટાર્ગેટનો પીછો કરી રહી હતી અને છેલ્લા દિવસે તેને ૨૮૦ રન બનાવવાના હતા. હાથમાં ફક્ત ૭ વિકેટ હતી. અંતિમ છેલ્લા એક સેશનમાં ભારતની સાતેય વિકેટ પડી ગઈ. સાઉથૈંપ્ટનમાં ૨૦૨૧માં થયેલી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અંતિમ દિવસે ટીમ ઈન્ડિયા પાસે મેચને ડ્રો સુધી લઈ જવાનો મોકો હતો, પણ પહેલા સેશનમાં જ ભારતની બીજી ઈનિંગ્સ ધ્વસ્ત થઈ ગઈ . ઓવલમાં પણ આવું જ થયું. આ વખતે ટીમ ઈન્ડિયા સામે પડકાર વધારે હતો, પણ ચોથા દિવસે દમદાર પ્રદર્શન બાદ આશા વધી ગઈ. વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે પર ટીમને આગળ લઈ જવાનો ભાર હતો. ભારતે છેલ્લા દિવસની શરુઆત ૧૬૪ના સ્કોરથી કરી હતી. કોહલી અને રહાણેએ ઈનિંગ્સને આગળ વધારી. બંનેને ખૂબ જ જાળવીને બેટીંગ કરી, જેવી ચોથા દિવસના અંતે કરી હતી. આ ખાલી અડધો કલાક ચાલ્યું, કેમ કે ત્યાંથી હાર નક્કી થઈ ગઈ હતી. વિરાટ કોહલીને સ્કોટ બોલેંડે ખૂબ જ ચાલાકીથી ફસાવીને પહેલો ઝટકો આપ્યો. સ્ટીવ સ્મિથે સ્લિપ પર સનસનીખેજ કેચ ઝડપી લીધો. બોલેંડે આ જ ઓવરમાં રવીન્દ્ર જાડેજાને પણ આઉટ કરી દીધો.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *