Delhi

BCCI અધ્યક્ષનાં દીકરા માટે મારુ કરિયર બરબાદ કરી નાખ્યું ઃ અંબાતી રાયડુ

નવીદિલ્હી
અંબાતી રાયડુએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. ૈંઁન્ ૨૦૨૩ માં, તે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે તે છેલ્લી વખત રમ્યો હતોઅને ચેમ્પિયન તરીકે વિદાય લીધી હતી. હવે તેમના રાજકારણમાં જાેડાવાની વાતો ચાલી રહી છે. આ દરમિયાન તેમના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. રાયડુએ આરોપ લગાવ્યો કે બીસીસીઆઈના પૂર્વ પ્રમુખે તેમના પુત્રની કારકિર્દી બનાવવા માટે તેમની કારકિર્દીને બરબાદ કરી દીધી. તેણે ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદને પણ ભીંસડિયામાં લીધા હતા.અંબાતી રાયડુએ કહ્યું હતું કે પૂર્વ ક્રિકેટર અને પૂર્વ મ્ઝ્રઝ્રૈં પ્રમુખ શિવલાલ યાદવના કારણે હું ટીમ ઈન્ડિયા માટે લાંબા સમય સુધી રમી શક્યો નહીં. શિવલાલ યાદવે તેમના પુત્રની કારકિર્દી બનાવવા માટે મને બરબાદ કરવામાં ભાગ ભજવ્યો હતો.ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુએ કહ્યું કે જ્યારે હું નાનો હતો ત્યારે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનમાં રાજકારણ શરૂ થયું હતું. શિવલાલ યાદવના પુત્ર અર્જુન યાદવને ટીમ ઈન્ડિયામાં લેવા માટે મને હેરાન કરવામાં આવ્યો હતો. હું અર્જુન યાદવ કરતા સારૂ ક્રિકેટ રમી રહ્યો હતો, તેથી જ તેમણે મને હટાવવાનો પ્રયાસ કર્યો. ૈંઁન્ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સાથે પણ રમી ચૂકેલા અંબાતી રાયડુએ કહ્યું હતું કે મેં ૨૦૦૩-૦૪માં ઈન્ડિયા-છ માટે સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ ૨૦૦૪માં પસંદગી સમિતિ બદલાઈ અને શિવલાલ યાદવના નજીકના લોકો તેમાં જાેડાઈ ગયા, તેથી મને તક મળી ન હતી . તેમણે ૪ વર્ષ સુધી કોઈને મારી સાથે વાત પણ કરવા ન દીધી. શિવલાલ યાદવના નાના ભાઈએ તો મને ગાળો પણ આપી હતી. તેઓએ મને માનસિક ત્રાસ આપવાનો પ્રયાસ કર્યો. અંબાતી રાયડુએ કહ્યું હતું કે ટીમના અન્ય ખેલાડીઓએ મારી સાથે વાત કરી શકતા નહોતા. અને જે વાત કરતાં હતા એ ટીમમાંથી બહાર કરી દેવાયા હતા. તે સમયે મારી સાથે ઘણો ભેદભાવ થતો હતો. સારું પ્રદર્શન કરવા માટે ક્રિકેટર રમતની સાથે માનસિક રીતે પણ સ્વસ્થ હોવો જાેઈએ. તે સમયે હું ખૂબ જ તણાવમાં હતો. તેથી જ મારે હૈદરાબાદ છોડીને આંધ્રપ્રદેશ જવું પડ્યું હતુ. અંબાતી રાયડુએ વિવાદને કારણે, બાદમાં આંધ્ર ક્રિકેટ ટીમ માટે રમવાનું શરૂ કર્યું હતું. ત્યાં પણ તેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે ટીમના કેપ્ટન એમએસકે પ્રસાદ સાથે તેનો મતભેદ થયો હતો અને તે ફરીથી હૈદરાબાદ આવ્યો હતો. દરમિયાન, ૨૦૧૦માં ૈંઁન્ ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં જાેડાયા પછી, અંબાતી રાયડુની કારકિર્દીનો ગ્રાફ સતત વધતો ગયો હતો. અંબાતી રાયડુને છેલ્લી ઘડીએ ૨૦૧૯ વર્લ્ડ કપની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તેણે આ વિશે અસંતોષ પણ વ્યક્ત કર્યો હતો. બીસીસીઆઈના અધિકારીઓએ તેને વર્લ્ડ કપની તૈયારી કરવા કહ્યું હતું. પરંતુ તે સમયે મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે રાયડુને બદલે વિજય શંકરને પસંદ કર્યો હતો. આ પછી રાયડુએ પણ ૩ડ્ઢ પ્લેયર અંગે ટ્‌વીટ કર્યું હતું, જેણે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. અંબાતી રાયડુએ કહ્યું હતું કે જ્યારે કોઈ પસંદગી ન હતી ત્યારે મને નંબર-૪ પર બેટિંગ કરવા માટે બોલાયવવામાં આવ્યો હતો. જાે મારી જગ્યાએ અજિંક્ય રહાણે જેવા બેટ્‌સમેનને તક આપવામાં આવત તો મને ફરક પડત નહીં. પરંતુ મારી જગ્યાએ ઓલરાઉન્ડરની પસંદગી કરવામાં આવી હતી. આ કારણે હું ખૂબ ગુસ્સે થઈ ગયો.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *