નવીદિલ્હી
ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં વ્યસ્ત છે. આ પછી તેને વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-૨૦ અને વનડે શ્રેણી પણ રમવાની છે. વર્લ્ડ કપ ૨૦૨૩ શરૂ થવામાં લગભગ ૩ મહિના બાકી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પોતાની બેંચને મજબૂત કરવા ઈચ્છે છે. ટીમ ઈન્ડિયા માટે ૩ મોટા સારા સમાચાર આવી રહ્યા છે. લગભગ દોઢ વર્ષથી ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ હવે ટૂંક સમયમાં વાપસી કરશે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે નેટ્સ પર એક દિવસમાં લગભગ ૮ થી ૧૦ ઓવર બોલિંગ કરે છે. તે હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે અને ફિટ થવા માટે તૈયાર છે. છેલ્લા કેટલાક દિવસોમાં જસપ્રીત બુમરાહની ગેરહાજરી ટીમ ઈન્ડિયા માટે મોટી ખોટ છે. ભારત ગયા વર્ષે એશિયા કપ અને ્૨૦ વર્લ્ડ કપ જસપ્રીત બુમરાહ વિના રમ્યું હતું. આ પછી, તાજેતરમાં યોજાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જસપ્રીત બુમરાહની ગેરહાજરી ટીમ ઇન્ડિયા માટે હારનાં મુખ્ય કારણ સમાન હતી. ભારત આ ત્રણ મોટી ટુર્નામેન્ટમાં ટાઈટલ જીતી શક્યું નથી. બુમરાહની વાપસી ટીમ ઈન્ડિયાની ટીમને મજબૂત કરશે. દિગ્ગજ બેટર શ્રેયસ ઐયર પણ આઈપીએલ પહેલા ઈજાગ્રસ્ત થયો હતો. તે આ સિઝનમાં ૈંઁન્ની એક પણ મેચ રમ્યો નથી. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શ્રેયસ અય્યરે બેટિંગ શરૂ કરી દીધી છે. અય્યર ર્ંડ્ઢૈં ક્રિકેટમાં તેની શાનદાર બેટિંગ માટે જાણીતો છે. તેણે અત્યાર સુધી ૪૨ વનડેમાં કુલ ૧૬૩૧ રન બનાવ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ઈજાગ્રસ્ત મીડિયમ પેસર બોલર પ્રસિધ કૃષ્ણા પણ ઈજામાંથી સાજાે થઈ રહ્યો છે. તે નેટ્સમાં પણ સતત બોલિંગ કરી રહ્યો છે. પ્રસિધ કૃષ્ણાને વનડે વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવશે કે નહીં તે અંગે કંઈ કહી શકાય નહીં. કૃષ્ણાએ ભારત માટે અત્યાર સુધી માત્ર ૧૪ મેચ રમી છે. આવી સ્થિતિમાં તેની પાસે અનુભવનો થોડો અભાવ છે પણ બોલર તરીકે તે તેની કમાલ અગાઉ બતાવી ચૂક્યો છે.


