Delhi

World Cup 2023 પહેલા ICCએ પાકિસ્તાનની શરત માનતા PCB ને ફાયદો તો, એમાં ભારતને શું ફરક પડવાનો?!..

નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ વખતે ૈંઝ્રઝ્ર ર્ંડ્ઢૈં વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે. ભારતમાં યોજાનારી આ મેગા ટૂર્નામેન્ટનું શેડ્યૂલ ૨૭ જૂન, મંગળવારે જાહેર કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કારણે આ વખતે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં વિલંબ થયો હતો. બોર્ડ દ્વારા સ્થળને લઈને અનેક વાંધાઓ ઉઠાવવામાં આવ્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અગાઉ ભારત આવવા અને વનડે વર્લ્ડ કપ રમવાનો ઇનકાર કર્યો હતો. આ બધું એશિયા કપ માટે મ્ઝ્રઝ્રૈં ના પાકિસ્તાન ન જવાના ર્નિણયને કારણે લેવામાં આવ્યું છે. પીસીબીના પૂર્વ અધ્યક્ષ રમીઝ રાજાએ વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. આ પછી નજમ સેઠીએ સત્તા સંભાળી અને હાઇબ્રિડ મોડલનો આગ્રહ કર્યો. અંતે, તેઓને ૈંઝ્રઝ્રની વાત સ્વીકારવાની ફરજ પડી હતી. ૈંઝ્રઝ્રના અધિકારીઓ પાકિસ્તાન ગયા હતા અને તેમની ખાતરી લીધી હતી કે ટીમ ભારતમાં વર્લ્ડ કપ રમશે અને ઁઝ્રમ્ હાઇબ્રિડ મોડલ પર પોતાનો આગ્રહ છોડી દેશે. આ બધા ઘટનાક્રમ પછી અમદાવાદમાં મેચ નહીં રમવાની શરત મૂકવામાં આવી હતી, આશ્ચર્યજનક વાત એ છે કે તે નોકઆઉટ મેચ માટે સંમત થઈ ગયા હતા. પણ ત્યાર પછી એવી માંગ ઉઠી હતી કે ચેન્નાઈમાં કોઈ એશિયન ટીમ રમવી જાેઈએ નહીં. શેડ્યૂલ જાહેર કરતી વખતે, ૈંઝ્રઝ્રએ સ્થળને લઈને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી માંગને સ્પષ્ટપણે ઠુકરાવી દીધી હતી, પરંતુ વોર્મ-અપ મેચના સ્થળોને જાેતા એવું લાગે છે કે કેટલીક શરતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. પાકિસ્તાનની ટીમ હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે રમશે. ટીમને વિદેશી ટીમો સામે વોર્મ અપ મેચ મળી છે. તે ટર્નિંગ પીચ પર એશિયન ટીમ સામે રમશે નહીં. પાકિસ્તાનની ટીમ ૨૯ સપ્ટેમ્બરે હૈદરાબાદના મેદાનમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે. તે ૩ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ બંને વોર્મ-અપ મેચમાં ટીમને ખરી સ્પર્ધા મળશે અને સારી પ્રેક્ટિસ કરવાની તક મળશે. ભારતે ઈંગ્લેન્ડ સામે એક વોર્મ-અપ મેચ રમવાની છે, જ્યારે બીજી મેચ ક્વોલિફાયરમાં સ્થાન મેળવનારી ટીમ સામે થશે. ભારત પાકિસ્તાનની સ્થિતિને ધ્યાનમાં લેવાથી તેને કોઈ ફરક પડવાનો નથી.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *