નવીદિલ્હી
ઘણા દિવસોની અટકળો બાદ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા ઓમ પ્રકાશ રાજભર દ્ગડ્ઢછમાં જાેડાયા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે ૧૬ જુલાઈએ જાહેરાત કરી છે. તેમણે ટિ્વટ કર્યું કે રાજભરના આવવાથી દ્ગડ્ઢછ મજબૂત થશે. આ પહેલા ૧૪ જુલાઈના રોજ બંને નેતાઓની મુલાકાત પણ થઈ હતી. અમિત શાહે મીટિંગનો એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં રાજભર સાથે તેમનો પુત્ર અરવિંદ રાજભર પણ જાેવા મળી રહ્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું, “દિલ્હીમાં ઓ.પી. રાજભરજીને મળ્યા અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનમાં જાેડાવાનો ર્નિણય કર્યો છે. હું એનડીએ પરિવારમાં તેમનું સ્વાગત કરું છું. રાજભર જીના ઉત્તર પ્રદેશમાં આગમન સાથે એનડીએને તાકાત મળશે અને મોદીજીના નેતૃત્વમાં એનડીએ દ્વારા ગરીબો અને દલિત લોકોના કલ્યાણ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને વધુ બળ મળશે. ઓપી રાજભરે પણ ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે ટિ્વટમાં અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર માન્યો છે. તેમણે કહ્યું, “ભાજપ અને સુભાસ્પા એકસાથે આવ્યા, સામાજિક ન્યાય, દેશની રક્ષા, સુશાસન, વંચિત, શોષિત, પછાત, દલિતો, મહિલાઓ, ખેડૂતો, યુવાનો, દરેક નબળા વર્ગના સશક્તિકરણ માટે, ભારતીય જનતા પાર્ટી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી. સાથે મળીને લડીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ભારત સરકારના ગૃહમંત્રી, આદરણીય અમિત શાહ જીને દિલ્હીમાં મળ્યા અને માનનીય વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દ્ગડ્ઢછ ગઠબંધનમાં જાેડાવાનો ર્નિણય કર્યો. હું અમિત શાહ, વડાપ્રધાન, મુખ્યમંત્રી, જેપી નડ્ડાનો આભાર માનું છું. આ દરમિયાન તેમણે સમાજવાદી પાર્ટીનું નામ લીધા વિના કહ્યું કે અમે ત્યાંથી વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં અમે ક્યારેય ખોટું બોલતા નથી. હવે યુપીમાં લડાઈ જેવું કંઈ નથી.