Delhi

Bigg Boss 16ની શિવ મંડળીમાં પડી તિરાડ!.. સ્ઝ્ર જીંટ્ઠહ અને અબ્દુ રોઝીક વચ્ચે આવી ખટાશ

નવીદિલ્હી
બિગ બોસ ૧૬ (મ્ૈખ્ત મ્ર્જજ ૧૬)માં સ્પર્ધકોના ઝઘડા સિવાય જાે કોઈ એક વાત ખૂબ ચર્ચામાં રહી હોય તો તે હતી મંડળી. આ સિઝનમાં સ્પર્ધકો કરતાં વધુ મંડળીનું બોન્ડિંગ રહ્યું હતું. શિવ મંડળી બિગ બોસ ૧૬માં સૌથી વધુ લોકપ્રિય બની હતી. વિજેતા પણ આ મંડળીના એમ.સી.સ્ટેન હતા. આ ગ્રુપમાં સાજિદ ખાન, શિવ ઠાકરે, એમસી સ્ટેન, સુમ્બુલ અને નિમરુતનો સમાવેશ થતો હતો. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે આ શિવ મંડળી તૂટી ગઈ છે. આ અહેવાલોની પુષ્ટિ અબ્દુ રોઝીકે પોતે પણ કરી હતી. અબ્દુએ કહ્યું કે મંડળી પૂરી થઈ ગઈ છે. હવે આ સમગ્ર ઘટનાક્રમની વચ્ચે ગોસિપ એવી છે કે અબ્દુ રોઝીક અને સ્ટેન વચ્ચે કંઇ બરાબર ચાલી રહ્યું નથી. અબ્દુ રોજિકે પહેલીવાર આ અંગે નિવેદન આપ્યું છે. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન સુમ્બુલ તૌકીર ખાન, શિવ ઠાકરે અને અબ્દુ રોઝીક દેખાયા હતા. જાેકે, ત્રણેય સાથે પોઝ આપતા પણ જાેવા નહોતા મળ્યા. જ્યારે સુમ્બુલ અને અબ્દુ ચોક્કસ સાથે જાેવા મળ્યા હતા. આ દરમિયાન અબ્દુ રોજીકે મંડળી પૂરી થઈ ગઈ હોવાનું જણાવતા સૌ કોઇ આશ્ચર્યમાં પડી ગયા હતા. તે સ્પષ્ટ હતું કે, મંડળી તૂટી ગઇ હતી. તમને જણાવી દઈએ કે અંકિતા લોખંડે, વિકી જૈન, ગૌહર ખાન, હિના ખાનથી લઈને કરણ કુંદ્રા જેવા સ્ટાર્સ પણ આ કાર્યક્રમમાં શામેલ થયા હતા. શા માટે મંડળી તૂટી?.. તે જાણો.. સાથે જ કેટલાક રિપોર્ટ્‌સમાં દાવો કરવામાં આવ્યો છે કે, એમસી સ્ટેન અને અબ્દુ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. બંને વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે, જે એક સોંગને લઇને છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, બંને એક ગીત રેકોર્ડ કરવાના હતા, પરંતુ આવું થઈ શક્યું નહીં. જેના કારણે અબ્દુ સ્ટેન પર ગુસ્સે છે. સ્ટેનથી નારાજગીનું શું છે કારણ?.. તે જાણો.. હવે જ્યારે અબ્દુ રોજિક મીડિયામાં આવ્યો ત્યારે તેમણે આ જ વાત રીપીટ કરવાનો પ્રયાસ કર્યો હતો. “મને ખબર નથી કે એમસી સ્ટેન મીડિયાને શું કહી રહ્યા છે. અબ્દુએ આ વિડીયો પર કમેન્ટ કરી અને સ્પષ્ટ લખ્યું કે તેમની વચ્ચે કોઈ ગીતને લઈને સહયોગની કોઇ વાત નથી થઈ.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *