નવીદિલ્હી
કર્ણાટક ચૂંટણી પહેલા ટીપુ સુલતાન સાથે જાેડાયેલો બીજાે મુદ્દો રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી રહ્યો છે. સત્તાધારી ભાજપના એક મંત્રીએ દાવો કર્યો છે કે, તેઓ ટીપુ સુલતાનના હત્યારાઓ પર ફિલ્મ બનાવવા માટે કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ (દ્ભહ્લઝ્રઝ્ર) સાથે વાતચીત કરી રહ્યા છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે, વોક્કાલિગા સમુદાયના બે સરદારો ઉરી અને નાન્જે ગૌડાએ ટીપુ સુલતાનની હત્યા કરી હતી. મ્ત્નઁ મંત્રી મુનીરત્ન નાયડુએ આ અંગે કહ્યું કે, તેમણે આના પર ફિલ્મ બનાવવા માટે દ્ભહ્લઝ્રઝ્રનો સંપર્ક કર્યો છે. ભાજપના મંત્રી અને ભાજપના ધારાસભ્ય બંને દ્ભહ્લઝ્રઝ્ર સાથે નોંધાયેલ પ્રોડક્શન હાઉસના માલિક છે, અને તેઓ તેમના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ આ ફિલ્મ બનાવશે. દરમિયાન, ઉચ્ચ શિક્ષણ પ્રધાન અશ્વથ નારાયણ ફિલ્મની સ્ક્રિપ્ટ લખશે. મૈસુરના શાસક ટીપુ સુલતાનની અંગ્રેજાે દ્વારા હત્યા કરવામાં આવી હોવાના અહેવાલોથી વિપરીત, ભાજપ દાવો કરે છે કે, તેમની હત્યા વોક્કાલિગાના બે સરદારો દ્વારા કરવામાં આવી હતી. ફિલ્મની જાહેરાત બાદ જેડીએસે ભાજપના દાવા પર નિશાન સાધ્યું છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને જેડી(એસ)ના નેતા એચડી કુમારસ્વામીએ રવિવારે ભાજપના દાવાઓની ગંભીર અસરો સામે ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, તે મતદાનથી જાેડાયેલા રાજ્યમાં વોક્કાલિગા અને મુસ્લિમ સમુદાય વચ્ચેના સંબંધોને અસર કરશે. તેણે કહ્યું, “કાલ્પનિક પાસાઓ કે કાલ્પનિક પાત્રો પર ફિલ્મ બનાવવાનો કોઈ અર્થ નથી. હું તેમને વિનંતી કરું છું કે, એક સમુદાય બીજાને શંકાની નજરે જુએ એવી પરિસ્થિતિ ન સર્જાય. જાેકે, ભાજપમાં નીતિમત્તાનો અભાવ છે, જેમાં સરકાર વિકાસના કામોની વાત નથી કરતી. તેઓ આ પ્રકારના મુદ્દાઓને આગળ લઈ જઈ જાય છે, આવુ કરવાથી માત્ર વાતાવરણ જ ડહોળાઈ શકે છે. પૂર્વ સીએમએ કહ્યું કે, કર્ણાટક ભાજપ માટે પ્રયોગશાળા બની ગયું છે. આનાથી જાતિઓ અને સમુદાયો વચ્ચે વૈમનસ્ય પેદા થઈ રહ્યું છે, અને સંવેદનશીલ મુદ્દાઓનું રાજનીતિકરણ થઈ રહ્યું છે.


