નવીદિલ્હી
બંનેના વખાણ કરતા તેમણે કહ્યું કે આજે દેશના ઘણા રાજ્યોમાં ભાજપ સરકાર બનાવી રહી છે. આ બંનેના કારણે આજે બીજેપી ઘણા રાજ્યોમાં સરકાર બનાવવામાં સફળ રહી છે. અજિત પવારે જલગાંવમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ‘પીએમ નરેન્દ્ર મોદી પાસે આજે એ જ કરિશ્મા છે જે એક સમયે ઈન્દિરા ગાંધી પાસે હતો. આજે પીએમ મોદીના કામોને કારણે જ દેશમાં બીજેપી આવી છે. તેમના કારણે જ ઘણા રાજ્યોમાં ભાજપની સરકાર છે. અજિત પવારે કહ્યું કે પીએમ મોદીમાં કરિશ્મા છે અને તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના સમયમાં પણ ભાજપ સરકારને પૂર્ણ બહુમતી મળી ન હતી, પરંતુ પીએમ મોદીના કારણે સરકારને પૂર્ણ બહુમતી મળી છે. આ પહેલીવાર નથી જ્યારે અજિત પવારે પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હોય. આ પહેલા પણ તેઓ પીએમના વખાણ પણ કરી ચૂક્યા છે. તેમણે ૨૦૧૪માં ભાજપ સરકારની બનવાનો શ્રેય પણ પીએમ મોદીને આપ્યો હતો. એપ્રિલમાં અજિત પવારે કહ્યું હતું કે ૨ સાંસદોવાળી ભાજપ ૨૦૧૪માં પીએમ મોદીના કારણે જ સરકારમાં આવી હતી. આ પછી ૨૦૧૯માં પણ ભાજપે સરકાર બનાવી હતી. બીજી તરફ અજિત પવારે એકનાથ શિંદે સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા દાવો કર્યો છે કે શિંદે સરકારમાં અધિકારીઓના ટ્રાન્સફર રેટ નક્કી છે. તેમણે વધુમાં કહ્યું કે કેટલાય મંત્રીઓના અંગત સહાયકોના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે.