Delhi

બુમરાહ સંપૂર્ણ ફિટ અને આયર્લેન્ડ પ્રવાસ ખેડી શકે ઃ જય શાહ

નવીદિલ્હી
ભારતનો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ સંપૂર્ણ સ્વસ્થ છે અને આયર્લેન્ડ સામે આગામી મહિને ત્રણ ટી૨૦ મેચની શ્રેણીમાં રમશે તેવો આશાવાદ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે વ્યક્ત કર્યો હતો. ભારત આયર્લેન્ડના પ્રવાસ પર તેની બી ટીમને મોકલશે. બુમરાહે સ્ટ્રેસ ફ્રેક્ચરની ઈજા બાદ સર્જરી કરાવી હતી અને ત્યારપછીથી તે એનસીએમાં રિહેબિલિટેશન હેઠળ છે. તેની સ્થિતિમાં સુધારો જણાય છે અને તેની ફરીથી ભારતીય ટીમમાં પસંદગી થાય તે અગાઉ તે કેટલીક વોર્મ અપ મેચ રમશે. વર્લ્ડ કપ અગાઉ હવે ગણતરીના મહિનાઓ બાકી છે અને ભારતને ૧૨ વન-ડે મેચ રમવાની છે ત્યારે પસંદગીમાં સાતત્ય જળવાઈ રહે તે બોર્ડ સુનિશ્ચિત કરશે તેમ શાહે જણાવ્યું હતું. બોર્ડ સચિવના મતે તમામ વરિષ્ઠ ખેલાડીઓ જે ટીમ ઈન્ડિયાનો હિસ્સો નથી તેમણે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જાેઈએ.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *