Delhi

નેશનલ એવોર્ડ જીત્યા બાદ અલ્લૂ અર્જુનના ઘરે જશ્નનો માહોલ

નવીદિલ્હી
સાઉથ સુપર સ્ટાર અલ્લૂ અર્જુન માટે પુષ્પા ફિલ્મ કોઈ વરદાનથી કમ નથી. પહેલા તો આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જાેરદાર સફળતા પ્રાપ્ત કરી, પણ ત્યાર બાદ આ ફિલ્મે જે કમાલ કરી બતાવી તે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં છેલ્લા ૭ દાયકામાં ક્યારેય નથી થયું. કેટલીય તેલુગૂ ફિલ્મોને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. પણ હજુ સુધી એક પણ તેલુગૂ એક્ટર આ એવોર્ડ મેળવી શક્યો નથી. હવે પુષ્પા ફિલ્મ માટે અલ્લૂ અર્જુનને નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સમાચારથી એક્ટરના ઘરમાં જશ્નનો માહોલ છે. સોશિયલ મીડિયા પર કેટલાય વીડિયો સામે આવી ચુક્યા છે, જેમાં જાેઈ શકાય છે કે, અલ્લૂ અર્જુનને શુભકામના આપવા માટે તેના ઘર પર લોકો પહોંચી રહ્યા છે. તેને ગળે લગાવી રહ્યા છે અને આ ખાસ અવસર પર શુભકામનાઓ આપી રહ્યા છે. અલ્લૂ અર્જુનના ઘર બહાર કેટલાય ફેન્સ એકઠા થઈ ગયા હતા. તેના નજીકના લોકો ઘરે જઈને શુભકામના આપી રહ્યા છે. આ દરમ્યાન અલ્લૂ અર્જુનના પિતા અલ્લૂ અરવિંદને જાેઈ શકાય છે. અલ્લૂ અરવિંદે આ ખાસ અવસર પર પોતાના દીકરાને ગળે લગાવ્યો હતો. બંનેની ખુશી જાેઈ શકાય છે. આ ઉપરાંત ફિલ્મના ડીરેક્ટર સુકુમાર પણ દેખાઈ રહ્યા છે. સુકુમાર આ સમાચાર સાઁભળતા જ અલ્લૂ અર્જુનને ગળે લગાવ્યા હતો. આ ઉપરાંત અલ્લૂ અર્જુને શુભકામનાઓ આપવા માટે લોકોની લાઈનો લાગી હતી. અલ્લૂના ચહેરા પર સ્પષ્ટ ખુશી જાેઈ શકાય છે. ફિલ્મની વાત કરીએ તો, પુષ્પા દ રાઈઝે ૪૦૦ કરોડથી વધારે કલેક્શન દુનિયાભરમાં કર્યું હતું. હિન્દી ભાષામાં આ ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મની સફળતાને જાેતા તેનો બીજાે પાર્ટ પણ તૈયાર થઈ રહ્યો છે. આ ફિલ્મને લઈને સતત અપડેટ સામે આવી રહી છે. રિપોર્ટ્‌સ અનુસાર, આ ફિલ્મમાં પહેલા પાર્ટ માટે અલ્લૂ અર્જુને ૪૫ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા અને હવે આ ફિલ્મના બીજા પાર્ટ માટે તે ૮૫ કરોડ રૂપિયા લઈ રહ્યો છે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *