Delhi

કોગ્રેસ નેતા જયરામ રમેશે સંસદની સ્ટેન્ડિંગ કમિટીઓમાંથી રાજીનામું આપ્યું..

નવીદિલ્હી
કોંગ્રેસ નેતા જયરામ રમેશે બુધવારે (૯ ઓગસ્ટ) પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને વન અને આબોહવા પરની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમનું કહેવું છે કે સરકાર દ્વારા સ્થાયી સમિતિને ઘણા મહત્વપૂર્ણ બિલ મોકલવામાં આવ્યા નથી. જયરામ રમેશે કહ્યું કે આવી સ્થિતિમાં તેમને આ પદ પર રહેવાનો કોઇ અર્થ નથી. અગાઉ જયરામે જૈવિક વિવિધતા સંશોધન બિલ પસાર થવા પર નારાજગી વ્યક્ત કરી હતી. ગયા અઠવાડિયે જ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ત્રણ બિલ પાસ થયા હતા. તેમણે ફોરેસ્ટ (સંરક્ષણ) સુધારા વિધેયક પસાર કરવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે સ્થાયી સમિતિને મોકલવાને બદલે સરકારે આ બિલને સંસદની જાેઇન્ટ કમિટીને મોકલ્યું હતું, જેનું નેતૃત્વ ભાજપના નેતા કરી રહ્યા છે. જયરામે કહ્યું કે સરકારે જાણી જાેઈને સંસદ દ્વારા લાવવામાં આવેલા ત્રણ અત્યંત મહત્વપૂર્ણ બિલોને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલ્યા નથી. જયરામ રમેશે તેના રાજીનામા અંગે ટિ્‌વટ પણ કર્યું અને તેમણે લખ્યું હતુ કે ‘આ એવા બિલ છે જે જૈવિક વિવિધતા અધિનિયમ, ૨૦૦૨ અને ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ, ૧૯૮૦ અને નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપનામાં મૂળભૂત સુધારા કરે છે. આટલું જ નહીં, સમિતિએ ઘણા નક્કર સૂચનો સાથે ડ્ઢદ્ગછ ટેક્નોલોજી (ઉપયોગ અને એપ્લિકેશન) નિયમન બિલ, ૨૦૧૯ પર એક વ્યાપક અહેવાલ રજૂ કર્યો હતો, જે પાછો ખેંચી લેવામાં આવ્યો છે. મોદી સરકારે તેને બદલે ક્રિમિનલ પ્રોસિજર (ડિટેક્શન) એક્ટ, ૨૦૨૨થી દૂર કરી દીધો છે. વધુમાં તેમણે કહ્યું હતું કે “આ સંજાેગોમાં મને આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રહેવાનું કોઇ મહત્વ દેખાતું નથી. જે વિષયો મારા હૃદયની ખૂબ નજીક છે અને મારી શૈક્ષણિક અને વ્યાવસાયિક પૃષ્ઠભૂમિને અનુરૂપ છે. સ્વયંભૂ, સર્વજ્ઞ અને વિશ્વગુરુના આ યુગમાં આ બધું અપ્રાસંગિક છે. મોદી સરકારે વધુ એક સંસ્થાકીય તંત્રને નકામું બનાવી દીધું છે.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *