Delhi

CSK ને હરાવીને KKR પ્લેઓફની રેસમાં..

નવીદિલ્હી
IPL ૨૦૨૩ની ૬૧મી મેચમાં ફરી એકવાર રિંકુ સિંહનો જાદુ કામ કરી ગયો. સુકાની નીતિશ રાણા સાથે મળીને રિંકુ સિંહે ૯૯ રનની ભાગીદારી કરી અને કોલકાતા નાઈટ રાઈડર્સને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે છ વિકેટે જીત અપાવી. આ મેચમાં બંનેએ અડધી સદી ફટકારી હતી. આ સાથે દ્ભદ્ભઇએ બે પોઈન્ટ મેળવીને પ્લેઓફમાં પહોંચવાની આશા જાળવી રાખી છે. તેમની પાસે ૧૩ મેચ બાદ છ જીત છે. લક્ષ્યનો પીછો કરતી વખતે કોલકાતા નાઈટ રાઈડર્સની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. નીતીશ રાણાની ટીમે માત્ર ૩૩ રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ ત્રણેય વિકેટ દીપક ચહરે મેળવી હતી. જેસન રોય ૧૨ રન બનાવીને આઉટ થયો હતો. બીજા ઓપનિંગ બેટ્‌સમેન રહેમાનુલ્લા ગુરબાઝ એક રનના અંગત સ્કોર પર ગયો હતો. દીપક ચહરે વેંકટેશ અય્યરને નવ રને પોતાનો ત્રીજાે શિકાર બનાવ્યો હતો. દ્ભદ્ભઇની ચોથી વિકેટ ૧૮મી ઓવરમાં રિકુ સિંહના રૂપમાં પડી જ્યારે તેમની જીત લગભગ સુનિશ્ચિત થઈ ગઈ હતી. રિંકુએ ૪૩ બોલમાં ૫૪ રન બનાવ્યા હતા જ્યારે નીતિશ રાણાએ ૪૪ બોલમાં ૫૭ રનની અણનમ ઇનિંગ રમી હતી. દ્ભદ્ભઇએ ૧૪૫ રનનો ટાર્ગેટ નવ બોલ બાકી રહેતાં જ મેળવી લીધો હતો.આ પહેલા સુનીલ નારાયણે ચાર ઓવરમાં ૧૫ રન આપીને બે વિકેટ લીધી હતી. ચક્રવર્તીને બે સફળતા મળી પરંતુ ચાર ઓવરમાં ૩૬ રન ખર્ચ્યા. એક વિકેટ લેનાર શાર્દુલ ઠાકુર ઘણો આર્થિક હતો. તેણે ત્રણ ઓવરમાં ૧૫ રન આપ્યા હતા. વૈભવ અરોરાએ ચાર ઓવરમાં ૩૦ રન આપીને એક વિકેટ લીધી હતી. શિવમ દુબેએ ૩૪ બોલમાં એક ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ ૪૮ રન ફટકારીને ચેન્નાઈને સ્પર્ધાત્મક સ્કોર સુધી પહોંચાડી હતી. એક સમય એવો હતો જ્યારે ચેન્નાઈએ ૧૧મી ઓવરમાં ૭૨ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ દુબેએ રવિન્દ્ર જાડેજા સાથે છઠ્ઠી વિકેટ માટે ૫૩ બોલમાં ૬૮ રનની ભાગીદારી કરી હતી. જાડેજાએ ૨૦ બોલમાં ૨૪ રન બનાવ્યા હતા.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *