નવીદિલ્હી
દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે રોડ પર સ્થિત મંદિર અને સમાધિ પર પ્રશાસનને બુલડોઝર ચલાવ્યુ છે. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધલશ્કરી દળો તૈનાત હતા. મળતી માહિતી મુજબ વજીરાબાદ રોડ પર અતિક્રમણ હટાવવા માટે આ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ (ઁઉડ્ઢ)ના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા આ સાથે જ દિલ્હી પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. પોલીસ ડ્રોન વડે પણ વિસ્તાર પર નજર રાખી રહી છે. પોલીસે બેરિકેડિંગ કરીને વિસ્તારને સીલ કરી દીધો છે. પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનું કહેવું છે કે ફ્લાયઓવરનું નિર્માણ થઈ રહ્યું છે, સાથે જ અહીં રોડ પહોળો કરવાની પણ યોજના છે. જેના કારણે મંદિર અને દરગાહને દૂર કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર અતિક્રમણ હટાવવાથી અહીંના લોકોને સૌથી વધુ ફાયદો થશે. ભજનપુરા ચોકમાં અવારનવાર રસ્તા જામની સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે આ અતિક્રમણ હટાવવાથી લોકોને આ સમસ્યામાંથી મહદઅંશે છુટકારો મળશે જેના કારણે જેસીબીની મદદથી મંદિર અને દરગાહને અહીંથી દૂર કરવામાં આવી રહી છે. આ દરમિયાન, દરગાહને સૌથી પહેલા હટાવવામાં આવી હતી, જે ત્રણ દાયકાથી વધુ જૂની હોવાનું કહેવાય છે. દરગાહને હટાવ્યા બાદ મંદિરને હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને કડક સુરક્ષા વચ્ચે મંદિરને હટાવી દેવામાં આવ્યું હતું. અગાઉ લોકોએ રોડ પરથી અતિક્રમણ હટાવવાનો વિરોધ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે મંદિર અને દરગાહને હટાવ્યા બાદ ટૂંક સમયમાં જ જગ્યા પર સમારકામ કરીને રોડનો રૂપ આપવામાં આવશે. પોલીસકર્મીઓને અસામાજિક તત્વો પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જાે કોઈ ઉપદ્રવ ફેલાવવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર કાર્યવાહી પીડબલ્યુડીના આદેશ પર કરવામાં આવી રહી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં, ડીડીએએ દિલ્હીના મહેરૌલીમાં અતિક્રમણ વિરોધી અભિયાન શરૂ કર્યું હતું. ડીડીએના અધિકારીઓની હાજરીમાં ચાર બિલ્ડીંગમાં બનેલા ૫૦થી વધુ ફ્લેટ તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારે અધિકારીઓએ કહ્યું હતું કે આ કાર્યવાહી હાઈકોર્ટના આદેશ પર કરવામાં આવી છે. તે જ સમયે, આ દરમિયાન, સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો અને સમગ્ર કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.