Delhi

DCWનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલનો સનસનીખેજ ખુલાસો છે અત્યંત ચોંકાવનારો

નવીદિલ્હી
દિલ્હી મહિલા આયોગ (ડ્ઢઝ્રઉ)ના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે શનિવારે એક ખૂબ જ સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેમણે તેમના પિતા પર બાળપણમાં યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. સ્વાતિ માલીવાલે ન્યૂઝ એજન્સી છદ્ગૈં સાથેની વાતચીતમાં કહ્યું, ‘જ્યારે હું નાની હતી ત્યારે મારા પોતાના પિતા મારું યૌન શોષણ કરતા હતા. ખૂબ મારતા હતા, ખૂબ મારતા હતા… જ્યારે તે ઘરે આવતા ત્યારે હું ખૂબ જ ડરી જતી, ઘણી વખત હું પલંગ નીચે સંતાઈ જતી હતી અને આખી રાત મહિલાઓને તેમના હક કેવી રીતે અપાવવા તેના વિશે પ્લાનિંગ કરતી હતી અને આ પ્રકારના પુરુષો મહિલાઓનું શોષણ કરે છે, તેઓ બાળકીઓનું શોષણ કરે છે, હું તેમને પાઠ ભણાવીશ’. ડીસીડબ્લ્યુ ચીફે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું, મને હજુ પણ યાદ છે. જ્યારે તે મને મારવા આવતા ત્યારે મારા વાળ પકડીને ભીંત પર જાેરથી મારતા… લોહી વહેતું રહેતું, ઘણી યાતનાઓ થતી… પણ હું માનું છું કે જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ જ ત્રાસ સહન કરે છે ત્યારે જ. તે બીજાનું દુઃખ સમજી શકે છે. ત્યારે જ તેની અંદર એક એવી આગ ઉઠે છે, જેથી તે આખી વ્યવસ્થાને હલાવી દે. કદાચ મારી સાથે પણ એવું જ બન્યું છે અને અમારા બધા એવોર્ડ મેળવનારાઓની પણ એક સરખી વાર્તા છે. તેમણે કહ્યું, ‘તે લોકો (જેમને એવોર્ડ મળ્યો છે) તેઓ તેમના જીવન સાથે લડતા શીખ્યા અને તે સમસ્યાથી ઉપર ઉઠતા શીખ્યા. આજે આવી અનેક મજબૂત મહિલાઓ આપણી સાથે હાજર છે, જેમણે પોતાની સમસ્યાઓનો મક્કમતાથી સામનો કર્યો છે. બીજી તરફ જ્યારે તેમની સાથે થયેલા યૌન શોષણ વિશે પૂછવામાં આવ્યું તો સ્વાતિ માલીવાલે જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે તે ચોથા ધોરણમાં ભણતી હતી, ત્યાં સુધી તે તેના પિતા સાથે રહેતી હતી. બીજી તરફ હોળીના દિવસે દિલ્હીમાં એક જાપાની મહિલા સાથે દુષ્કર્મનો ઉલ્લેખ કરતા ડ્ઢઝ્રઉ ચીફ સ્વાતિ માલીવાલે કહ્યું, ‘કેટલાક લોકોએ હોળીના બહાને એક જાપાની મહિલાને રંગવાનો પ્રયાસ કર્યો અને તેની છેડતી કરી. વાયરલ વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે કેવી રીતે મહિલા બૂમો પાડી રહી છે અને મદદ માંગી રહી છે. અમે દિલ્હી પોલીસને નોટિસ આપી રહ્યા છીએ. એ લોકોની ધરપકડ થવી જાેઈએ.

Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *