Delhi

Delhi AIIMS સર્વર પર સાયબર એટેક, હુમલાને નિષ્ફળ બનાવાયો

નવીદિલ્હી
મંગળવારે બપોરે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (છૈંૈંસ્જી)ના ઈ-સર્વર પર સાઈબર એટેક થયો હતો. જેના કારણે છૈંૈંસ્જીનું સર્વર કેટલાય કલાકો સુધી અટકી ગયું હતું. સાંજે ૭.૩૦ વાગ્યાની આસપાસ એઈમ્સની સાયબર સિક્યોરિટી ટીમે આ હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. આ સંદર્ભમાં છૈંૈંસ્જી દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. છૈંૈંસ્જીએ કહ્યું છે કે લગભગ ૩ વાગ્યે છૈંૈંસ્જી ઈ-હોસ્પિટલ સોફ્ટવેરના સર્વર પર માલવેર એટેક થયો હતો. જે બાદ સાયબર સિક્યોરિટી સિસ્ટમે તેની ઓળખ કરી અને સાયબર હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. હવે ઈ-સેવાઓ સરળતાથી ચાલી રહી છે. દર્દીઓના ઓનલાઈન રજીસ્ટ્રેશનથી લઈને તમામ કામગીરી પહેલાની જેમ થઈ રહી છે. દર્દીઓનો તમામ ડેટા સુરક્ષિત છે અને તેમાં કોઈ છેડછાડ થઈ નથી. છૈંૈંસ્જીના ઈ-હોસ્પિટલ સર્વર પર બપોરે ૩ વાગ્યે સાયબર એટેક થયો હતો. જેના કારણે ઓનલાઈન સેવાઓ બંધ થઈ ગઈ હતી. જ્યારે અમે આ બાબતે જાણવા માટે છૈંૈંસ્જી સાથે વાત કરી તો એક નર્સિંગ ઓફિસરે જણાવ્યું કે ઈ-હોસ્પિટલનું સર્વર બપોરે ૨.૪૫ વાગ્યાની આસપાસ ડાઉન થઈ ગયું હતું. અનેક વખત ક્લિક કરવા છતાં પણ ઈ-હોસ્પિટલ સેવા ચાલી રહી નથી. ગયા વખતે સાયબર એટેક વખતે પણ આવું જ બન્યું હતું. સર્વર ડાઉન હોવાના કારણે ભારે મુશ્કેલી પડી હતી. જેના કારણે થોડા કલાકો સુધી દર્દીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન, સ્લીપો કાઢી નાખવા જેવી કામગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી. આ સમસ્યાને જાેતા એઈમ્સ અને એનઆઈસીની ટીમે બપોરથી સર્વર રિસ્ટોર કરવાનું શરૂ કર્યું હતું. હવે સર્વર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. માલવેર એટેક શું હોય છે ?.. આ એક ખતરનાક સાયબર હુમલો છે, જેમાં દર્દીઓનો ડેટા ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ૬ મહિના પહેલા પણ છૈંૈંસ્જીના સર્વર પર સાયબર એટેક થયો હતો. જે થોડા દિવસો પછી ઠીક થઈ ગયો. હવે ફરી એઈમ્સનું સર્વર હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હોસ્પિટલના એક પ્રશાસનિક અધિકારીએ જણાવ્યું કે છેલ્લા સાયબર હુમલા બાદ સાયબર સિક્યોરિટી ઘણી મજબૂત કરવામાં આવી છે. જેના કારણે આ વખતે સાયબર એટેકને આસાનીથી નિષ્ફળ કરવામાં આવ્યો છે.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *