Delhi

વિદેશ બેઠેલા ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ દ્ગૈંછની કાર્યવાહી

નવીદિલ્હી
કેન્દ્રીય તપાસ એજન્સી દ્ગૈંછએ વિદેશમાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. આ દરમિયાન મોસ્ટ વોન્ટેડની યાદીમાં ૨૧ ખાલિસ્તાનીઓના નામ દાખલ કરવામાં આવ્યા છે. આ ખાલિસ્તાનીઓના નામ દ્ગૈંછની વેબસાઈટ પર તેમના ફોટા સાથે મુકવામાં આવ્યા છે. આ યાદીમાં લખબીર સિંહ લાંડા, મનદીપ સિંહ, સતનામ સિંહ, અમરીક સિંહ સહિત કેનેડા, અમેરિકા અને પાકિસ્તાનમાં હાજર આતંકવાદીઓના નામ સમાવેશ થાય છે. તે દરમિયાન દ્ગૈંછના સૂત્રોએ જણાવ્યું છે કે તપાસ એજન્સીની ૫ સભ્યોની ટીમ ટૂંક સમયમાં અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો જશે અને ભારતીય દૂતાવાસ પર હુમલાની તપાસ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ટીમ ૧૭ જુલાઈ પછી અમેરિકા જશે. આ હુમલો ખાલિસ્તાની સમર્થકોએ માર્ચમાં કર્યો હતો. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા એજન્સીઓએ દ્ગૈંછ, ૈંમ્ અને રાજ્ય પોલીસ સાથે મળીને એક ડોઝિયર તૈયાર કર્યું છે. તાજેતરમાં બ્રિટન, અમેરિકા અને કેનેડાના દૂતાવાસ પર થયેલા હુમલાના મામલામાં દ્ગૈંછએ ખાલિસ્તાની સમર્થિત અને ખાલિસ્તાની આતંકવાદીઓની સંપૂર્ણ યાદી તૈયાર કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તપાસ એજન્સીઓની યાદીમાં શીખ ફોર જસ્ટિસના ભાગેડુ ગુરપતવંત સિંહ પન્નુનું નામ ટોચ પર છે. માહિતી અનુસાર, દ્ગૈંછએ શીખ ફોર જસ્ટિસ (જીહ્લત્ન), બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (મ્દ્ભૈં), ખાલિસ્તાની લિબરેશન ફોર્સ (દ્ભન્હ્લ), ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (દ્ભ્‌હ્લ), ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ (દ્ભઢહ્લ), ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (દ્ભઝ્રહ્લ)ની ધરપકડ કરી છે. વિદેશમાં બેસીને ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન (ૈંજીરૂહ્લ) અને દલ ખાલસા ઇન્ટરનેશનલ (ડ્ઢદ્ભૈં)ના સભ્યોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ સિવાય ૨૦થી ૨૫ ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ લુક આઉટ સર્ક્‌યુલર પણ જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ ખાલિસ્તાની સમર્થકો ૮મી જુલાઈએ ‘કીલ ઈન્ડિયા’ નામની એક રેલી દ્વારા ભારત અને ભારતીય રાજદ્વારીઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, આ રેલીનું આયોજન અમેરિકાથી કેનેડા સુધી કરવામાં આવ્યું છે. અહેવાલ છે કે ગુપ્તચર એજન્સીઓએ આ રેલીમાં હિંસા થવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.

File-01-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *