Delhi

“દિલ સે બુરા લગતા હૈ ભાઈ!..” આ મીમથી ફેમસ દેવરાજનું રોડ અકસ્માતમાં મોત થયું

નવીદિલ્હી
છત્તીસગઢના પ્રખ્યાત યુટ્યુબ અને દિલ સે બુરા લગતા હૈનાં મીમ ટેમ્પ્લેટથી ફેમસ થયેલા દેવરાજ પટેલનું આજે એક માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું. આ દુઃખદ સમાચારથી સોશ્યલ મીડિયા જગત શોકગ્રસ્ત છે. રાયપુર નજીક નેશનલ હાઈવે પર દેવરાજની બાઇક પાછળથી આવી રહેલા એક અનિયંત્રિત ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં દેવરાજનું મોત થયું હતું. છત્તીસગઢનાં ઝ્રસ્ ભૂપેશ બઘેલે પણ દેવરાજના નિધન પર ટિ્‌વટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. દેવરાજ સોશિયલ પર દિલ સે બુરા લગતા હૈ ફેમ મીમથી ખૂબ જ ફેમસ હતો. જેમના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ હતા. તેણે પ્રખ્યાત યુટ્યુબર ભુવન બામ સાથે કેટલીક વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. છત્તીસગઢનાં ઝ્રસ્ ભૂપેશ બઘેલે શેર કરેલ એક વિડિયોમાં જેમાં દેવરાજ છત્તીસગઢના સીએમ સાથે મજાક મસ્તી કરતા જાેવા મળે છે. તેઓ પોતાનાં કોમેડી વિડીયો માટે જાણીતા હતા અને તેના શૂટિંગ માટે જ જઈ રહ્યા હતા એવું જાણવા મળી રહ્યું છે. દેવરાજ પટેલનો એક વિડીયો અગાઉ વાયરલ થયો હતો જેમાં તેઓ પોતાનાં ફેન્સને રિક્વેસ્ટ કરી રહ્યા છે કે તમે લોકો મને ટ્રોલ કરો એનો વાંધો નહીં પણ તમે ગાળા ગાળી ન કરશો ભાઈ. ભાઈ દિલથી ખોટું લાગે છે. એવા મતલબની આ પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ ગઇ હતી.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *