Delhi

દિલ્હીમાં ભારે વરસાદથી સ્થળોએ ટ્રાફિક જામ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો

નવીદિલ્હી
અત્યારે હાલ ઘણા લોકો ગરમીથી રાહત મેળવવા વરસાદની રાહ જાેતા રહે છે અને જયારે વરસાદ પડે ત્યારે લોકો ઠંડકનો હાશકારો અનુભવે છે પણ ઘણીવાર વરસાદ આવે તો ઘણા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે અને આવું રાજધાની દિલ્હીમાં જાેવા મળ્યુ. આમ તો દિલ્હી દ્ગઝ્રઇમાં ફરી એકવાર લોકોને વરસાદ પડતા ગરમીથી રાહત મળી છે. પણ ગુરુવારથી સવારથી દિલ્હી દ્ગઝ્રઇના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો કે જેના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. જેની સાથે આ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જામ પણ થયો હતો જેના કારણે સવારે ઓફિસ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દેશના બાકીના રાજ્યોની સાથે દિલ્હી એનસીઆરમાં પણ ચોમાસાએ દસ્તક આપી છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે દિલ્હી એનસીઆરમાં આગામી ૫ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે અને ૮ જુલાઈએ યલો એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીની સાથે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે. આ પહેલા બુધવારે પણ દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ થયો હતો જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *