Delhi

Dy Cmની CBI દ્વારા ધરપકડ મામલે કેજરીવાલે કહ્યું, ‘ડ્ઢઅ ઝ્રદ્બની ખોટા કેસમાં ધરપકડ’

નવીદિલ્હી
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સીબીઆઈ (ઝ્રમ્ૈં) દ્વારા એક્સાઈઝ નીતિના અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સિસોદિયા આ મામલામાં બીજા રાઉન્ડની પૂછપરછ માટે રવિવારે સવારે લગભગ ૧૧.૧૫ વાગ્યે ઝ્રમ્ૈં હેડક્વાર્ટર પહોંચ્યા હતા, જ્યાં ૮ કલાકની પૂછપરછ બાદ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (ઝ્રમ્ૈં) એ તેમની ધરપકડ કરી હતી. મનીષ સિસોદિયાની ધરપકડને લઈને આમ આદમી પાર્ટી અને વિપક્ષ ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. છછઁ પોતાના નેતાને નિર્દોષ ગણાવી રહી છે, જ્યારે ભાજપના નેતાઓએ તેમને ભ્રષ્ટ ગણાવ્યા છે. મનીષ સિસોદિયાની ધરપકડ બાદ સીએમ અરવિંદ કેજરીવાલ તેમના ઘરે ગયા અને પરિવારના સભ્યોને મળ્યા હતા. ત્યાંથી બહાર આવીને સીએમ કેજરીવાલે પત્રકારોને કહ્યું, ‘અમે જાેઈ રહ્યા છીએ કે કેવી રીતે શિક્ષણ માટે કામ કરતા મનીષની ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મનીષ એક દેશભક્ત માણસ છે… મનીષ એક શરિફ માણસ છે… આજે તેની ધરપકડ કરવામાં આવી છે. સારા લોકોની ધરપકડ. લોકો આનો જવાબ આપશે. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સિસોદિયાનો બચાવ કરતા ટ્‌વીટ કર્યું હતું. તેમણે લખ્યું, ‘મનીષ નિર્દોષ છે. તેમની ધરપકડ ગંદી રાજનીતિ છે. મનીષની ધરપકડથી લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. બધા જાેઈ રહ્યા છે. લોકો બધું સમજી રહ્યા છે. લોકો આનો જવાબ આપશે. આનાથી આપણો ઉત્સાહ વધુ વધશે. અમારો સંઘર્ષ વધુ મજબૂત બનશે. બીજી તરફ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને છછઁ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, ‘આજે આપણે મનીષ જી વિશે વાત નથી કરી રહ્યા. આજે આપણે આબકારી મંત્રીની વાત નથી કરી રહ્યા. સવાલ એ છે કે દારૂના મંત્રીએ દારૂનું કૌભાંડ કર્યું કે નહીં? શું મનીષજીએ તેમના કમિશનના સંબંધમાં કૌભાંડ કર્યું હતું કે નહીં? આ સાથે તેમણે આરોપ લગાવ્યો કે, ‘આજે દિલ્હીનું દરેક બાળક જાણે છે કે આમ આદમી પાર્ટી અને મનીષ સિસોદિયાએ તેમના કમિશન માટે દારૂનું જથ્થાબંધ કમિશન ૨% થી વધારીને ૧૨% કરી દીધું જેથી કરીને આમ આદમી પાર્ટી મોટી કમાણી કરી શકે.’ ત્યાં જ આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજ, દિલીપ પાંડે, આતિશી માર્લેના અને જાસ્મીન શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને મનીષ સિસોદિયાનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારના આદેશ પર મનીષ જીની ધરપકડ કરવામાં આવી છે. એજન્સી ભાજપ દ્વારા લખવામાં આવેલી સ્ક્રિપ્ટ પ્રમાણે કામ કરી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે સિસોદિયા પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે. તેમના ઘરેથી પૈસા મળ્યા નથી. બીજી તરફ પ્રેસ કોન્ફરન્સમાં હાજર આતિશી માર્લેનાએ કહ્યું કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે, તેથી જ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી આ ધરપકડથી ડરશે નહીં. આતિશીએ કહ્યું, ‘આજે બીજેપી કહી રહી છે કે મનીષ સિસોદિયાએ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે, અમે પૂછવા માંગીએ છીએ કે આ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ ક્યાં છે. શું આ પૈસા મનીષના ઘરે કે કોઈ સંબંધીના ઘરે ક્યાંય મળી આવ્યા છે કે તેની કોઈ મિલકત મળી આવી છે?બીજી તરફ દિલ્હીના બીજેપી સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે મનીષ સિસોદિયાની ધરપકડ પર કટાક્ષ કર્યો હતો. તેમણે ટ્‌વીટ કર્યું, ‘અપરાધ કરીને ગાલિબ ક્યાં જશો, આ જમીન-આસમાન બધું છછઁનું છે!’ આ સિવાય બીજેપીના અન્ય સાંસદ પરવેશ વર્માએ ટ્‌વીટ કર્યું કે ‘છછઁના દરેક ભ્રષ્ટાચારી જેમણે દિલ્હીને બરબાદ કર્યું, તમામ જેલમાં જશે, તેમના ખરાબ કાર્યો માટે તેમને એક-એક પાઇ ચૂકવવી પડશે’. મનીષ સિસોદિયાની આજે ધરપકડ કરવામાં આવી છે, અસલી માસ્ટરમાઇન્ડ અરવિંદ કેજરીવાલ પણ એક દિવસ જેલના સળિયા પાછળ હશે. બીજી તરફ કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે કહ્યું છે કે સિસોદિયાની ધરપકડ ઘણા સમય પહેલા થઈ જવી જાેઈતી હતી. તેમણે કહ્યું, ‘આ ધરપકડ પર કોઈ આશ્ચર્યની વાત નથી… જે બહાર આવી રહ્યું હતું તેના પરથી દેખાઈ રહ્યું હતું કે સિસોદિયા આ કૌભાંડમાં સંપૂર્ણ રીતે સંડોવાયેલા છે… અને છછઁ સરકાર પણ… ધરપકડ લાંબા સમય પહેલા થવી જાેઈતી હતી, શા માટે તેમા વિલંબ થયો તે એખ પ્રશ્ન છે?

File-01-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *