દિલ્હી
સુપ્રીમ કોર્ટે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસના આરોપી રાઘવ મગુંટાને ૧૨ જૂન સુધીમાં આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો છે. આરોપી જામીન પર મુક્ત છે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ)ની અરજી પર આવ્યો છે. એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ ઈડ્ઢ વતી સુપ્રીમકોર્ટમાં હાજર થયા હતા. તેમણે કોર્ટને વિનંતી કરી હતી કે અરજી પર તાત્કાલિક સુનાવણી કરવામાં આવે. ઈડ્ઢએ મગુંટાના બે સપ્તાહના વચગાળાના જામીન રદ કરવાની માંગ કરી હતી. દિલ્હી હાઈકોર્ટે, આરોપીને બે અઠવાડિયાના જામીન આપ્યા હતા. ઈડ્ઢ વતી હાજર રહેલા એસવી રાજુએ કહ્યું કે, અગાઉ તેમણે પત્નીની બીમારીને લઈને જામીન માંગ્યા હતા. તેનો અસ્વીકાર થયો. ટ્રાયલ કોર્ટે કહ્યું કે આરોપીઓ સામે ગંભીર નાણાકીય આરોપો લગાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં જામીન આપી શકાય નહીં. આ પછી અચાનક તેની દાદી બાથરૂમમાં લપસી ગઈ અને તેણે તેની સંભાળ રાખવા માટે કોર્ટમાં જામીન માંગ્યા. વાસ્તવમાં, દિલ્હી હાઈકોર્ટે બુધવારે જ તેમને બે અઠવાડિયાના વચગાળાના જામીન આપ્યા હતા. તેમણે કોર્ટને જણાવ્યું કે, તેની દાદી બાથરૂમમાં લપસીને પડી ગઈ હતી. એટલા માટે તેમની કાળજી લેવી પડશે.જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને રાજેશ બિંદલની બેન્ચે, હાઈકોર્ટના આદેશમાં ફેરફાર કર્યો અને આરોપીની જામીન બે સપ્તાહથી ઘટાડીને ૧૨ જૂન સુધી કરી દીધી. બેન્ચે તેને ૧૨ જૂન સુધીમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. ઈડ્ઢ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસની મની લોન્ડરિંગના એંગલથી તપાસ કરી રહી છે. આમાં રાઘવ મગુંટાને આરોપી બનાવવામાં આવ્યો છે. ઈડ્ઢએ કોર્ટમાં દલીલ કરી હતી કે જામીનનું બહાનું એ બીમાર દાદીની સંભાળ લેવાનો નવો ખેલ છે. શ્રીમંત લોકો, કૌભાંડીઓ અને અપરાધી આરોપીઓ જેલમાંથી બહાર નીકળવા માટે આવા બહાનાનો ઉપયોગ કરી રહ્યા છે.ઈડ્ઢ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ, કોર્ટમાં કહ્યું કે અમીર લોકો કામચલાઉ જામીન માટે બાથરૂમમાં પડી જાય છે. બીજા દિવસે, છછઁ નેતા સત્યેન્દ્ર જૈન બાથરૂમમાં પડી ગયા. અહીં પણ આરોપીએ જામીન માંગ્યા છે. જામીન માટેનું કારણ એ છે કે તેની દાદીને લાગે છે કે તે (આરોપી) તેની સંભાળમાં હોય તે જરૂરી છે. રાજુએ દલીલ કરી હતી કે તે કૌંભાડી છે. તેઓ હોસ્પિટલોનું સંચાલન કરી શકે છે. આરોપી પુરાવા સાથે ચેડા પણ કરી શકે છે.
