Delhi

EDએ લિકર પોલિસી કેસ મામલે છછઁના નેતા મનીષ સિસોદિયાની પ્રોપર્ટી જપ્ત કરી

નવીદિલ્હી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) એ દિલ્હી લિકર પોલિસીમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટી (છછઁ)ના નેતા મનીષ સિસોદિયા અને અન્ય આરોપીઓની રૂ. ૫૨ કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. આ દરમિયાન છછઁના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું છે કે, જાે પીએમને સિસોદિયા વિરુદ્ધ કંઈ ન મળ્યું તો તેમણે ઈડ્ઢ દ્વારા તેમને બદનામ કરવાનું શરૂ કરી દીધું છે. સીએમ કેજરીવાલે આરોપ લગાવ્યો કે ઈડ્ઢ, આજે સાંજથી ટીવી ચેનલો પર ખોટા સમાચાર ચલાવી રહી છે કે મનીષ સિસોદિયાની ૫૨ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું, ‘ઈડ્ઢ દ્વારા ખરેખર જપ્ત કરવામાં આવેલી સંપત્તિના કાગળો અહીં છે. ૮૦ લાખની કુલ મિલકત જપ્ત કરવામાં આવી છે, તે પણ ૨૦૧૮ પહેલાંની, જ્યારે એક્સાઇઝ નીતિ ઘડવામાં આવી ના હતી. સમગ્ર મિલકત એક નંબરની છે. લોકોએ ક્યારેય વિચાર્યું ના હતું કે એક દિવસ એવો આવશે જ્યારે ભારત જેવા મહાન દેશને એવા વડાપ્રધાન મળશે જે આ રીતે ખુલ્લેઆમ ખોટું બોલીને પોતાના રાજકીય હરીફોને ખતમ કરવાનો પ્રયાસ કરશે. તમે પણ જાણો છો કે અસલી ભ્રષ્ટાચારીઓ કોણ છે. જાે તમારામાં હિંમત હોય તો તેમને પકડીને બતાવો. જ્યારે, દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ કહ્યું કે ભાજપ અને કેન્દ્ર સરકાર મનીષ સિસોદિયા વિશે જુઠ્ઠાણું ફેલાવી રહી છે. એક્સાઈઝ કેસમાં મનીષ સિસોદિયાની જપ્ત કરવામાં આવેલી સંપત્તિ અંગે ૩ જુલાઈના ઈડ્ઢના આદેશમાં કહેવામાં આવ્યું છે કે મનીષ સિસોદિયાના બેંક ઑફ બરોડાના ખાતામાં ૧૧ લાખ રૂપિયા હતા. આ સાથે બે ફ્લેટ જપ્ત કર્યાની પણ ચર્ચા છે. તેમનું કહેવું છે કે ઈડ્ઢ અનુસાર, ૨૦૦૫માં જે ગાઝિયાબાદ ફ્લેટ ખરીદાયો હતો તેની કિંમત ૫ લાખ હતી અને દિલ્હી ફ્લેટ ૨૦૧૮માં ખરીદ્યો હતો. તેની કિંમત ૬૫ લાખ રૂપિયા છે. આ બંને ફ્લેટ એક્સાઈઝ પોલિસીના ઘણા સમય પહેલા ખરીદવામાં આવ્યા હતા, જાે બધી સંપત્તિઓ ઉમેરીએ તો કુલ રકમ ૮૧ લાખ થાય છે, જ્યારે કરોડો રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવાનું જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે, કારણ કે ભાજપ જાણે છે કે તે આમ આદમીના નેતા છે. જે જેલમાં ગયા પછી પણ તેઓ તૂટ્યા ન હતા અને ભાજપમાં જાેડાયા ન હતા.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *