Delhi

ટીના અંબાણીની મુંબઈ ઓફિસમાં EDની પૂછપરછ

નવીદિલ્હી
દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) એ અનિલ અંબાણીની પૂછપરછ કરી હતી અને હવે પુછતાછ આગળ વધીને તેમની પત્ની ટીના અંબાણી સુધી પણ પહોંચી ગયા છે. ટીના અંબાણીને ઈડ્ઢ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે અને તે મંગળવારે સવારે ઈડ્ઢની મુંબઈ ઓફિસ પહોંચી ગઈ છે. અહીં તેમની પૂછપરછ કરવાની છે. રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીના સતારા હાલ ઝાંખા પડી ગયા છે. તેમના ગ્રુપની ઘણી કંપનીઓ નાદારીની આરે પહોંચી ગઈ છે. ઘણાને તેમને વેચવા માટે મજબૂર કરવામાં આવ્યા છે અને હવે આ કેસ ઈડ્ઢનો છેપ ઈડ્ઢએ સોમવારે અનિલ અંબાણીની ૯ કલાક સુધી પૂછપરછ કરી હતી. જ્યારે ટીના અંબાણી પૂછપરછ માટે સવારે ૧૦ વાગ્યાથી ઈડ્ઢ ઓફિસમાં છે. વિદેશી હૂંડિયામણ સંબંધિત કાયદાના કથિત ઉલ્લંઘનના કેસમાં ઇડી અંબાણી દંપતીની પૂછપરછ કરી રહી છે. ઈડ્ઢના અધિકારીઓનું કહેવું છે કે રિલાયન્સના ચેરમેન અનિલ ધીરુભાઈ અંબાણી વિરુદ્ધ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (હ્લઈસ્છ)ની અનેક જાેગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જે કેસમાં ઈડ્ઢ અંબાણી દંપતીની પૂછપરછ કરી રહી છે તે ૮૧૪ કરોડ રૂપિયાની ઉચાપત સાથે સંબંધિત છે. અધિકારીઓનું કહેવું છે કે આ ગરબડ બે સ્વિસ બેંક ખાતા દ્વારા કરવામાં આવી હતી. આ વર્ષે અંબાણી પરિવારને આ મામલે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં, આવકવેરા વિભાગે બે સ્વિસ બેંક ખાતાઓમાં ૮૧૪ કરોડ રૂપિયાથી વધુની અઘોષિત રકમ શોધી કાઢી હતી. જેમાં ૪૨૦ કરોડની કથિત કરચોરી મળી આવી હતી. આ સંબંધમાં આવકવેરા વિભાગે અનિલ અંબાણીને નોટિસ પાઠવી હતી. બાદમાં બોમ્બે હાઈકોર્ટે અંબાણી પરિવારને વચગાળાની રાહત આપી હતી.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *