Delhi

સ્ટુઅર્ટ બ્રોડે એશિઝ ૨૦૨૩ વચ્ચે અચાનક ક્રિકેટને અલવિદા કહ્યું, ફેન્સે શોક થયા

નવીદિલ્હી
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ ૨૦૨૩ની છેલ્લી ટેસ્ટ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ હાલમાં ત્રણ દિવસના અંત સુધી મજબૂત સ્થિતિમાં જાેવા મળી રહી છે. ત્રીજા દિવસની રમત પૂરી થયા બાદ ઈંગ્લેન્ડના સ્ટાર બોલર સ્ટુઅર્ટ બ્રોડે અચાનક કંઈક એવી જાહેરાત કરી કે, જેનાથી સમગ્ર ક્રિકેટ જગત જ નહીં પરંતુ સમગ્ર રમત જગત આશ્ચર્યચકિત થઈ ગયું. ઇંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીમાં ૬૦૨ આંતરરાષ્ટ્રીય વિકેટ ઝડપનાર આ ખેલાડીએ આ ટેસ્ટ મેચ બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, બ્રોડે ૨૦૧૪ થી ્‌૨૦ ઈન્ટરનેશનલ અને ૨૦૧૬ થી ર્ંડ્ઢૈં ક્રિકેટ રમી નથી. એટલે કે, હવે તેને તેની કારકિર્દીનો અંત પણ ગણી શકાય. સ્ટુઅર્ટ બ્રોડ ૬૧૯ સાથે અનિલ કુંબલે પછી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર પાંચમા ક્રમે છે. તેની પાસે કુંબલેને પાછળ છોડવાની તક હતી. પરંતુ ૩૭ વર્ષીય બ્રોડે પોતાના અચાનક ર્નિણયથી બધાને ચોંકાવી દીધા હતા. જેમ્સ એન્ડરસન પછી બ્રોડ ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર પણ છે. હવે આ તેની છેલ્લી ટેસ્ટ છે, એટલે કે તેની નિવૃત્તિને ઈંગ્લેન્ડ ક્રિકેટ માટે એક યુગનો અંત પણ ગણી શકાય. ત્રીજા દિવસની રમત બાદ સ્કાય સ્પોર્ટ્‌સ સાથે વાત કરતાં બ્રોડે પોતે નિવૃત્તીની જાહેરાત કરી હતી. ઈંગ્લેન્ડ ક્રિકેટ દ્વારા બ્રોડના ખાસ ફોટો સાથે તેમનો આભાર માન્યો હતો. તેની કારકિર્દીના આંકડા પણ શેર કર્યા. ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી એશિઝ શ્રેણીની છેલ્લી ટેસ્ટમાં બ્રોડે તેની ૬૦૦ ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી. આ એશિઝમાં તેનું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું છે. તેણે ઓવલ ટેસ્ટના પ્રથમ દાવમાં પાંચ વિકેટ ઝડપી હતી. સ્ટુઅર્ટ બ્રોડ ઇંગ્લેન્ડની ૨૦૧૦ ્‌૨૦ વર્લ્ડ કપ વિજેતા અને ચાર વખત એશિઝ વિજેતા ટીમનો ભાગ રહ્યો છે. સ્ટુઅર્ટ બ્રોડની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે વર્ષ ૨૦૦૬માં ટી૨૦ ફોર્મેટમાં ઇંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. ૨૦૦૭ ્‌૨૦ વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે તેને છ સિક્સર ફટકારી હતી. તે ખરાબ તબક્કા પછી, તેણે શાનદાર પુનરાગમન કર્યું અને આજે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજા અને એકંદરે પાંચમો બોલર છે. તેણે અત્યાર સુધી ૧૬૭ ટેસ્ટ મેચમાં કુલ ૬૦૨ વિકેટ લીધી છે. વર્તમાન ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં તે છેલ્લી વખત બોલિંગ કરતો જાેવા મળી શકે છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં એક સદી અને ૧૩ અડધી સદી સાથે ૩૬૫૬ રન પણ બનાવ્યા છે. આ સિવાય બ્રોડે ૧૨૧ વનડેમાં ૧૭૮ વિકેટ અને ૫૬ ટી-૨૦ ઈન્ટરનેશનલમાં ૬૫ વિકેટ લીધી છે.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *